સુપ્રીમ કોર્ટે 1998ના નિર્ણયને ફગાવ્યો, MPs-MLA ગૃહમાં મતદાન માટે ‘વોટના બદલે નોટ’ કેસમાં કાર્યવાહીથી બચી શકશે નહી

MPs/MLAs Taking Bribe For Vote/Speech In Legislature https://www.livelaw.in/top-stories/supreme-court-mps-mlas-bribe-vote-speech-legislature

1998માં 5 જજોની બંધારણીય બેંચે 3:2ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો. વોટ ફોર નોટ કેસમાં જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી ન થઈ શકે

સુપ્રીમ કોર્ટે 1998ના તેના નિર્ણયને ઉલટાવી દીધો, સાંસદો અને ધારાસભ્યોને લાંચ લેવા બદલ કાર્યવાહીમાંથી કોઈ મુક્તિ નથી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 7 જજોની બંધારણીય બેંચે સોમવારે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. વોટના બદલામાં લાંચ લેવાના મામલામાં સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવેલી રાહત છીનવાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદમાં સાંસદો અને એસેમ્બલીઓમાં ધારાસભ્યો સંસદીય વિશેષાધિકાર હેઠળ લાંચના કેસમાં કાર્યવાહીથી મુક્ત નથી.

આ રીતે સુપ્રીમ કોર્ટે 1998માં નરસિમ્હા રાવના નિર્ણયને રદ કરી દીધો છે. 1998 માં, 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 3:2ની બહુમતી સાથે ચુકાદો આપ્યો હતો. વોટ ફોર નોટ કેસમાં જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી ન થઈ શકે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને પલટી નાખ્યો છે અને કહ્યું છે કે હવે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને કાર્યવાહીથી છટકી નહીં શકે.

ભ્રષ્ટાચાર જીવનમાં અખંડિતતા નષ્ટ કરે

ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની 7 જજોની બેન્ચે આ નિર્ણય સહમતિથી આપ્યો છે. એક મહત્વના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે વિધાનસભાના સભ્ય દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અથવા લાંચ જાહેર જીવનમાં અખંડિતતાને નષ્ટ કરે છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે અમે વિવાદના તમામ પાસાઓ પર સ્વતંત્ર નિર્ણયો લીધા છે. શું નોટોના બદલામાં મતદાન કરવાના કિસ્સામાં સાંસદોને મુક્તિ આપવી જોઈએ? આપણે બધા આ વાત સાથે અસંમત છીએ. તેને બહુમતીથી નકારી કાઢિયે છે.

સુપ્રીમ કોર્ટના વકિલે શું કહ્યું?

એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય બેંચે કહ્યું કે જો કોઈ સાંસદ રાજ્યસભાની ચૂંટણીમાં પ્રશ્નો પૂછવા અથવા મતદાન કરવા માટે પૈસા લે છે, તો તેઓ કાર્યવાહીમાંથી મુક્તિનો દાવો કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મત આપવા અથવા પ્રશ્નો પૂછવા માટે પૈસા લેવાથી ભારતીય સંસદીય લોકશાહીની કામગીરીને નષ્ટ થશે

શિબુ સોરેન અને તેમની પુત્રવધૂ વિવાદમાં મહત્વની કડી

ઝારખંડ મુક્તિ મોરચા અને શિબુ સોરેન પરિવાર 1993 થી અત્યાર સુધી 30 વર્ષ સુધી ચાલતી કોર્ટ કાર્યવાહીમાં એક સામાન્ય કડી હતા. 1993ના કેસમાં સીબીઆઈએ શિબુ સોરેનને લાંચ કેસમાં આરોપી ગણાવ્યો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટમાં તાજેતરની સુનાવણી તેમની પુત્રી સીતા સોરેન સાથે જોડાયેલા લાંચ કૌભાંડને લઈને હતી.

1991ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. નરસિંહ રાવની સરકાર રચાઈ. પરંતુ જુલાઈ 1993માં ચોમાસુ સત્ર દરમિયાન નરસિમ્હા રાવની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આરોપ છે કે શિબુ સોરેન અને તેમની પાર્ટીના 4 સાંસદોએ લાંચ લીધી અને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની વિરૂદ્ધ વોટ કર્યો. સીબીઆઈએ તપાસ શરૂ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસ રદ કર્યો હતો.

2012માં સીતા સોરેન પર લાંચ લેવાનો આરોપ

2012માં ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. તે સમયે પૂર્વ સીએમ હેમંત સોરેનની ભાભી સીતા સોરેન જામા સીટથી ધારાસભ્ય હતા. સીતા પર ચૂંટણીમાં વોટના બદલામાં લાંચ લેવાનો આરોપ હતો. સતા સોરેન સામે કેસ નોંધાયો. તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. પરંતુ તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી. આ પછી તે સુપ્રીમ કોર્ટ પહોંચી. સીતા સોરેને 1998ના નિર્ણયને ટાંક્યો હતો. પરંતુ આજે સુપ્રિમ કોર્ટે પોતાનો જૂનો નિર્ણય ફેરવી તોળ્યો પરંતુ રાહત આપવાનો પણ ઈન્કાર કરી દીધો.