ચર્ચાઓનું વિરામ મુક્તા કોંગ્રેસના નેતાએ રાજીનામુ આપી દેતા રાજકીય માહોલ ગરમાયો હતો
સી આર પાટિલ સાથે મીટિંગ બાદ કરી સત્તાવાર જાહેરાત, કોંગ્રેસે કહ્યું અમે સસ્પેન્ડ કર્યા
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે પહેલા રાજકારણમાં અનેક ફેરબદલ મોટા થતા જેવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રનાં રાજકારણમાં ફેરફાર થવાની ચર્ચાએ વચ્ચે અમરીશ ડેરના રાજીનામાના બાદ ચર્ચાએ વિરામ મુક્યૂ છે. રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે આખરે કોંગ્રેસ નેતા અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. થોડા સમય પહેલા જ અમરીશ ડેરને પ્રદેશ કૉંગ્રેસે પાર્ટી વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. પાર્ટી વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને પ્રદેશ કોંગ્રેસે અમરીશ ડેરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આખરે અંબરીશ ડેરએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
વિધાનસભા બેઠક લડાવવાની તૈયારી
અંબરીશ ડેરને ભાજપ દ્વારા રાજુલા વિધાનસભા બેઠક પર ચુટણી લડાવવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. તો બીજી રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને લોકોસભાની ટીકીટ આપવા ભાજપ મોવડી મંડળ તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અંબરીશ ડેર અને પાટીલની ગુપ્ત મીટિંગ
સી.આર. પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે મીટિંગ થઈ હતી. મુલાકાતના વખતે પ્રદેશ ભાજપ પાર્ટી નેતા ભરત ડાંગર સહિત આહિર સમાજના અન્ય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત હતા. અમરીશ ડેર કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. વર્ષ 2017માં રાજુલા બેઠક પર હીરા સોલંકીને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. 2022ની ચૂંટણીમાં અમરીશ ડેરનો હીરા સોલંકી સામે હારનો સામનો થયો હતો.
અંબરીશ ડેરનું રાજીનામું
પાટીલ સાથે મુલાકાત બાદ કૉંગ્રેસના અમરીશ ડેરે રાજીનામુ આપ્યું છે. આ સાથે અમરીશ ડેર આવતી કાલે વિધિવત રિતે ભાજપમાં આવતી કાલે કમલમમાં સી. આર. પાટીલના હસ્તે ડેર કેસરિયો ધારણ કરશે.