પ્રી-વેડિંગ ફંકશનમાં અનંતે આપી ઈમોશનલ સ્પીચ, દીકરાના શબ્દો સાંભળી મુકેશ અંબાણી પણ રડી પડ્યા

anantAmbani-speech

મારા માતા-પિતાએ મને ક્યારેય દુ:ખી થવા દીધો નથી. તેઓ હંમેશા મારી સાથે ઊભા રહ્યાઃ અનંત
મને અને રાધીકાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમે બધા આવ્યા તેથી તમારો આભાર. તમને જો કોઈ અગવડતા પડી હોય તો હું માફી માગુ છું. અમારા બન્નેને પરિવારને માફ કરી દેજોઃ અનંત

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન યોજાઈ રહ્યું છે. પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો આજે બીજો દિવસ છે. આજે બે કાર્યક્રમ છે, જેમાં પહેલી થીમ છે ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’ છે, જેમાં મહેમાનોને જંગલ સફારી પર લઈ જવામાં આવશે. જ્યારે સાંજની થીમ છે ‘મેલા રૂજ. સાંજે આ કાર્નિવલમાં મહેમાનો માટે ડાન્સ અને ગીત પરફોર્મન્સ હશે.

ગઈ કાલે પ્રિ-વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસે દેશ-વિદેશની ઘણી મોટી હસ્તીઓ સહિત બોલિવુડ અને હોલિવુડ સેલેબ્સે ભાગ લીધો હતો. આ ફંક્શનની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે અનંત અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અનંત સ્ટેજ પરથી પોતાનાં જીવન વિષેની વાતો જણાવી રહ્યો હતો અને તેમા પોતાના-માતા પિતાએ શું ભૂમિકા ભજવી તેની વાત કરી રહ્યો હતો ત્યારે સ્ટેજની સામે બેઠેલા મુકેશ અંબાણીની આંખમાં આસું આવી ગયા હતા. આ આસું સાથે તેણે પોતાના દિકરાના આત્મવિશ્વાસને તાળીઓ પાડી બિરદાવ્યો હતો.

પ્રિ-વેડિંગ સેરેમનીમાં અનંતે કહ્યું હતું કેતમે અહીં બધુ જોઈ રહ્યા છો તે મારી મમ્મીએ બનાવ્યું છે. તેમાં કોઈનો હાથ નથી. ‘થેંક યુ મા’ મારી મમ્મીએ છેલ્લા 4 મહિનાથી દિવસના 19 કલાક સુધી કામ કર્યું છે. હું મારી મમ્મી પ્રત્યે કૃતજ્ઞ છું અને તેમનો આભાર માનું છું. અનંત અંબાણીએ જામનગરમાં આવેલા તમામ મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે મને અને રાધીકાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમે બધા જામનગર આવ્યા તે માટે તમારો આભાર. અમે ખૂબ જ ખાસ અનુભવીએ છીએ. તમને જો કોઈ અગવડતા પડી હોય તો હું તમારી માફી માગુ છું. અમારા બન્નેને પરિવારને માફ કરી દેજો.

અનંતે ફરી માતા-પિતા, ભાઈ, ભાભી, બહેન અને જીજાજીનો આભાર માન્યો હતો. અનંતે કહ્યું કે ‘હું મારા માતા-પિતા અને બંને પરિવારનો આભાર માનું છું. બધાએ આ પ્રસંગને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડી નથી. મને સ્પેશિયલ ફિલ કરાવવા માટે મારો પરિવાર પણ છેલ્લા ત્રણ મહિનાથી માંડ ત્રણ કલાક સુતો હશે. અહીંની ખુશી હું તમારી બધા સાથે શેર કરું છું તે વાતનો પણ મને આનંદ છે. મારી લાગણીઓને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. મારું જીવન હંમેશા સુખદાયક ન હતો. મેં ઘણી પીડાઓ સહન કરી છે. મે ઘણી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કર્યો છે. પંરતુ મારા માતા-પિતાએ મને ક્યારેય દુ:ખી થવા દીધો નથી. તેઓ હંમેશા મારી સાથે ઊભા રહ્યા છે અને કહેતા હતા કે હું વિચારીશ તો હું કરી શકીશ. અનંતે રાધિકાનો અને રાધિકાના પરિવારનો પણ ખુબ આભાર માન્યો હતો. અનંતે તેના દાદી અને નાનીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યારે દેશ-વિદેશની અનેક હસ્તીઓ બેઠી હોય અને નાનો દિકરો સ્ટેજ પર આત્મવિશ્વાસપૂર્વક પોતાના વ્યક્તિગત જીવનમાં આવેલા સુખ- દુ:ખની વાત કરતો હોય ત્યારે સ્વાભાવિક છે દરેક માતા-પિતાની આંખમાં આસું આવી જાય.