ક્રોસવોટિંગ કરના આ MLA વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્ર રાણા સિંહ, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર ભુટ્ટો, ઈન્દર દત્ત લખનપાલનો સમાવેશ થાય છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યોને હિમાચલ વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભા સ્પીકર કુલદીપ પઠાણીએ કહ્યું કે ધારાસભ્યોએ કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. આ પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન છે.
સ્પીકરે કહ્યું કે મેં બંને પક્ષોને સાંભળ્યા. ત્રીસ પાનાનો ઓર્ડર આપ્યો. હું ઘોષણા કરું છું કે છ લોકો તાત્કાલિક અસરથી હિમાચલ પ્રદેશ વિધાનસભાના સભ્ય બનવાનું બંધ કરી દેશે. જે ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમાં સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્ર રાણા સિંહ, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર ભુટ્ટો, ઈન્દર દત્ત લખનપાલનો સમાવેશ થાય છે.
6 બળવાખોર ધારાસભ્યો સામેની કાર્યવાહીથી એવું લાગે છે કે સુખવિંદર સિંહ સુક્ખુની આગેવાની હેઠળની હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સરકારે રાજકીય કટોકટીનો સફળતાપૂર્વક સામનો કરી લીધો છે. હિમાચલ વિધાનસભામાં કુલ 68 બેઠકો છે. તેમની વચ્ચે કોંગ્રેસના 40 ધારાસભ્યો પણ હતા. બહુમતીનો આંકડો 35નો હતો. જ્યારે 6 ધારાસભ્યોએ બળવો કર્યો તો કોંગ્રેસનો આંકડો ઘટીને 34 પર આવી ગયો. આ બહુમતીથી એક સંખ્યા ઓછી હતી.
હવે સ્પીકરે 6 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે, તેથી વિધાનસભાનું સંખ્યાબળ 62 થઈ ગયું છે. હવે બહુમતીનો આંકડો 32 થઈ ગયો છે. ભાજપના 25 ધારાસભ્યો છે. અપક્ષો પણ તેના પક્ષમાં છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અત્યારે કટોકટીમાંથી બહાર આવી રહી હોય તેમ લાગી રહ્યું છે.