કેન્દ્રની મોદી સરકારે દેશના ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે 24 ફેબ્રુઆરી, 2019ના રોજ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપે છે.
દેશના કરોડો ખેડૂત લાભાર્થીઓની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરશે. પીએમ મોદી મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનું વિમોચન કરશે. આ હેઠળ 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 21000 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવશે.
કેટલા ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો?
વાસ્તવમાં, કેન્દ્રની મોદી સરકારે દેશના ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે 24 ફેબ્રુઆરી, 2019ના રોજ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક આપે છે. આ રકમ એકસાથે નહીં પરંતુ રૂ. 2,000ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 15 વખત નાણાં જાહેર કરવામાં આવ્યા છે. આના માધ્યમથી 11 કરોડથી વધુ ખેડૂતોને 2.81 લાખ કરોડ રૂપિયાથી વધુના લાભો પૂરા પાડવામાં આવ્યા છે
કયા ખેડૂતોને લાભ મળશે?
કેન્દ્ર સરકારે યોજનાના લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી અને જમીન રજિસ્ટ્રી ફરજિયાત બનાવી છે. આવી સ્થિતિમાં, આ વખતે પીએમ કિસાન સન્માન યોજનાનો 16મો હપ્તો ફક્ત તે ખેડૂતોના બેંક ખાતામાં આવશે જેમણે e-KYC અને જમીનની ચકાસણી કરી છે.