દ્વારકાથી બેટદ્વારકા જવા-આવવા માટે એસ.ટી બસ સેવા શરુ, સુદર્શન બ્રિજ બાદ વધુ એક ભેટ

sudarshan setu

દર કલાકે દ્રારકાથી બેટ દ્વારકા એસ.ટી બસ મુકાશે, અમરેલી બેટ દ્રારકા, માણસા બેટ દ્રારકા રુટ ચાલુ થશે

PM નરેન્દ્ર મોદીના હસ્તે 25 ફેબ્રુઆરી, 2024ના રોજ 2.32 કિમીનો દેશનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરાયું ત્યારે લોકાર્પણ બાદના 24 કલાકમાં જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને બેટદ્વારકા જવા-આવવા માટેના 4 રુટોની સરકારે મંજૂરી આપતા બેટ દ્વારકાના વિકાસના દ્વાર ખોલ્યા છે. આ બ્રિજ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડે છે, જેથી બેટ દ્વારકા જનારા દરરોજના હજારો યાત્રિકોને આ સુવિધાનો લાભ મળશે.

દ્વારકાથી બેટ દ્વારકા જતા યાત્રિકોએ હવે હોડી પર નિર્ભર નહીં રહેવું પડે. રાજ્યમાં બેટ દ્વારકાથી દ્વારકા અત્યાર સુધી હોડી મારફતે પહોંચી શકાતું હતું પરંતુ હવે 2.32 કિમીનો દેશનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરાયું ત્યારે લોકાર્પણ બાદના 24 કલાકમાં જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને બેટદ્વારકા જવા-આવવા માટેના 4 રુટોની સરકારે મંજૂરી આપતા બેટ અને દ્વારકાને જોડી દીધું છે.

રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ST વિભાગે 4 નવા રુટ બેટ દ્વારકા જવા ચાલુ કર્યા છે. જેમાં અમરેલી બેટ દ્રારકા, માણસા બેટ દ્રારકા રુટ ચાલુ થશે. તેમજ આગામી સમયમાં દર એક કલાકે દ્રારકાથી બેટ દ્વારકા ST બસ મુકાશે. જેનાથી લોકો સીધી રીતે સેવાનો લાભ લઈ શકશે.

દ્વારકાથી બેટદ્વારકા વચ્ચે સવારે 5.00 વાગ્યાથી શરૂ કરી મોડી રાત સુધી દર કલાકે બસ ચાલશે. જેમાં પહેલી બસ અમરેલી- બેટદ્વારકા વચ્ચે સવારે 5:00 કલાકે ઉપાડશે. જ્યારે બેટદ્વારકા- અમેરલી વચ્ચે બપોરે 2:30 કલાકે બસ ઉપડશે. આ સાથે જ માણસાથી સાંજે 5.30 કલાકે બસ ઉપડશે તેમજ બેટ દ્વારકાથી માણસા જવા માટે બપોરે 2.50 કલાકે બસ ઉપડશે. આ સિવાય સરકાર દ્વારા આગામી સમયમાં વધુ બસો દોડાવવામાં આવશે.