Lok Sabha Election : ભાજપે ગુજરાતની 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયાનો કર્યો પ્રારંભ, 2 દિવસ ચાલશે સેન્સ પ્રક્રિયા

gujarat-bjp

ભાજપ દ્રારા લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા સેન્સ પ્રક્રિયા શરુ કરવામાં આવી

ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ટૂંક સમયમાં ચૂંટણીનું શિડ્યુલ જાહેર થવાની શક્યતા છે ત્યારે આ લોકસભા ચૂંટણીને લઈ બધા જ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં ભાજપ પણ લોકસભાની ચૂંટણીના પગલે એક્શન મોડમાં આવી ગયુ છે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો આવેલી છે. ભાજપ દ્વારા ગુજરાતની આ તમામ 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે.

લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં ભાજપ દ્વારા આજે અચાનક જ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં મોડી રાતે ભાજપના ગુજરાત એકમ દ્વારા એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યનાં દરેક જિલ્લાને તેમજ શહેરને બે દિવસમાં આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

ગુજરાતમાં વિવિધ બેઠક પર ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો આવેલી છે અને તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અચાનક જ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે આજે અને આવતી કાલે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે. આ પ્રક્રિયા અંતર્ગત ભાજપ દ્વારા દરેક બેઠક પર ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રક્રિયા સતત બે દિવસ ચાલશે. આ બે દિવસ લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાશે. ત્યાર બાદ 28 ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને રાજ્યના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. તારીખ 29 મી એ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટોના નામ જાહેર થઈ શકે છે.

ગાંધીનગર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા આજે અમદાવાદ યોજાશે. GSC બેંક અમદાવાદ ખાતે સાંજે 4 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ગાંધીનગર લોકસભાના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેશે.

ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે બપોર બાદ સેન્સ પ્રકિયા થશે. રાજકોટમાં પીએમ મોદીના આગમન બાદ સીધી જ સેન્સ પ્રકિયા હાથ ધરાઇ રહી છે. જેમાં દાવેદારો, સમર્થકો સાથે સેન્સ પ્રકિયામાં જોડાશે. રાજ્ય સભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા માટે રાજકોટ આવી પહોંચશે.

વડોદરામાં લોકસભા બેઠકને લઇ ભાજપની સેન્સ પ્રક્રિયા બપોરે 3 અને 6 વાગ્યા દરમિયાન હાથ ધરાશે. બપોરે 3 વાગે સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવાશે, સાંજે 6 વાગે ચૂંટાયેલા હોદ્દેદારોની સેન્સ લેવાશે. ભાજપે સેન્સ પ્રકિયા છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખતાં દાવેદારોમાં સોગઠાં ગોઠવવા દોડધામ શરૂ થઈ છે. સયાજીગંજ મનુભાઈ ટાવર ભાજપ કાર્યલય ખાતે સેન્સ હાથ ધરાશે.

સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા છે. સુરતમાં મીનાક્ષી પટેલ, જયસિંહ ચૌહાણ, માજી મંત્રી દિલીપ ઠાકોર, નવસારીમાં બાબુભાઇ દેસાઇ, અર્જુન ચૌધરી, મનીષા વકીલ જ્યારે બારડોલીમાં નિમિષા સુથાર, જયદ્રથ સિંહ પરમાર અને આત્મારામ પરમાર પહોંચ્યા છે. તેઓ માત્ર અપેક્ષિતો ને જ સંભાળશે.

રાજકોટમાં મયંક નાયક- સાંસદ, કાનાજી ઠાકોર- અમદાવાદ, માલતીબેન મહેશ્વરી- કચ્છ, જ્યારે જામનગરમાં હિરભાઈ પટેલ- રાજકોટ, રણછોડ રબારી- અમદાવાદ, રીટાબેન પટેલ- ગાંધીગનર, તો ભાવનગરમાં ઋષિકેશ પટેલ, ઝવેરીભાઇ ઠકરાર, હેમાલીબેન સુરતવાળા અને પોરબંદરમાં, વસુબેન ત્રિવેદી, જુગલજી ઠાકોર, પંકજ દેસાઇનો સમાવેશ થાય છે.