NDA 2024માં 400+ બેઠક કેવી રીતે જીતી શકશે, છેલ્લી બે લોકસભા ચૂટણીમાં કેટલાક રાજ્યોમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું ન હતું

abkiBar400kePar

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને 370 બેઠકો અને NDAને 400થી વધુ બેઠકો મળશેઃ અમિત શાહ
ભાજપે લોકસભાની ચૂંટણી માટે ‘અબ કી બાર 400 પાર’નું સૂત્ર આપ્યું છે.

લોકસભા ચૂટણીની તારીખની રાહ જોવાઈ રહી છે તે પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાવા કરી રહ્યા છે કે ‘અબ કી બાર 400 પાર’.  કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને 370 અને NDAને 400થી વધુ બેઠકો મળશે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બનાવશે, શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામ પર કોઈ સસ્પેન્સ નથી અને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને પણ સમજાયું છે કે તેઓએ ફરીથી વિપક્ષી બેન્ચમાં બેસવું પડશે.

અમારી સરકારે બંધારણની કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપ્યો છે. તેથી અમે માનીએ છીએ કે દેશની જનતા ભાજપને 370 બેઠકો અને એનડીએને 400 થી વધુ બેઠકો સાથે આશીર્વાદ આપશે

400+ બેઠકનો રસ્તો ભાજપ માટે મુશ્કેલ?

ભાજપે લોકસભાની ચૂંટણી માટે આગામી સમયમાં 400 પાર કરોનું સૂત્ર આપ્યું છે. ભાજપના નેતાઓને આશા છે તે પાર કરી જાશે, ‘ભાજપની આ રાહ સહેલી નથી’ ભાજપને ત્રણ રાજ્યોમાં મજબૂતી મળી છે, તેનો લાભ અન્ય હિન્દીભાષી રાજ્યોમાં પણ મળી શકે છે. લોકસભાની ચૂંટણીને બે એક મહિના બાકી છે. ત્રણ રાજ્યોમાં 65 લોકસભા બેઠકો છે જ્યાં ભાજપે જીત મેળવી છે, જેમાંથી હાલમાં ભાજપ પાસે 61 બેઠકો છે. હિન્દીભાષી રાજ્યો બિહાર, યુપી, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 193 સીટો છે. આ રાજ્યોમાં 177 સીટો પર ભાજપનો કબજો છે. ભારતીય જનતા પાર્ટી માટે પડકાર એ છે કે તે આ રાજ્યોમાં પોતાની સીટો જાળવી રાખે એટલું જ નહીં પરંતુ તેની સંખ્યા પણ વધારવી. ભાજપ માત્ર યુપી અને બિહારમાં જ મહત્તમ સીટો જીતી શકે છે. પરંતુ સંપૂર્ણ બહુમતી મેળવવા માટે, પાર્ટીએ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેના 2019 પ્રદર્શનનું પુનરાવર્તન કરવું પડશે. 2019ની ચૂંટણીમાં ભાજપે બંગાળમાં 18 બેઠકો, મહારાષ્ટ્રમાં 23 બેઠકો અને ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હતી.

મોદી લહેર હોવા છતાં ખાતું ન ખુલ્યું

પાછલા બે ઇલેક્શનમાં ભાજપ નરેન્દ્ર મોદીનો ચહેરો હતો. જેના કારણે સતત બે વખત પૂર્ણ બહુમતી મળી હતી. પરંતુ મોદી લહેર હોવા છતાં ઘણા રાજ્યો એવા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ખુલ્યું ન હતું. જો ભાજપ કાશ્મીરથી બિહાર સુધી ઉત્તર ભારતની તમામ બેઠકો જીતે તો તેને 245 બેઠકો મળશે. ભારતીય રાજકારણમાં આવો ચમત્કાર શક્ય નથી. 400નો આંકડો પાર કરવા માટે, પાર્ટીને કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 10-10 બેઠકોની પણ જરૂર પડશે, જે સરળ કાર્ય નથી. આ રાજ્યોની કુલ 118 બેઠકોમાંથી ભાજપ પાસે માત્ર ચાર બેઠકો છે, જે તેલંગાણામાં જીતી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કર્ણાટકમાં પણ પડકારનો સામનો કરવો પડી શકે છે. ભાજપે દક્ષિણ ભારતીય રાજ્યમાં 28માંથી 25 બેઠકો જીતી હતી. આ વખતે પાર્ટીએ જેડીએસ સાથે ચૂંટણી કરાર કર્યો છે. સમજૂતીના કારણે ભાજપે JD-Sને 4 સીટો આપવી પડશે. તેનો અર્થ એ છે કે સારા પ્રદર્શન માટે તેને તેના ખાતામાં તમામ 24 બેઠકો જીતવી પડશે, જે આસાન નથી. કર્ણાટકમાં સત્તા પરિવર્તન બાદ રાજ્યની રાજનીતિમાં કોંગ્રેસની દખલગીરી વધી છે. આ સિવાય મહાગઠબંધનમાં સામેલ આરજેડી અને જેડીયુની પણ બિહારમાં તાકાત છે. ભાજપ માટે ત્યાં પોતાની સીટો વધારવી પણ એક પડકાર છે. 2014ની ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર સૌથી વધુ 22 બેઠકો જીતી શકી હતી.

પૂર્વ ભારતમાં ભાજપ માટે પડકાર

પૂર્વ ભારત ઓડિશામાંથી ભાજપ પાસે માત્ર 8 લોકસભા સાંસદો છે, જ્યારે બીજેડી પાસે 20 બેઠકો છે. આ પૂર્વીય રાજ્યમાં પણ ભાજપ માટે વિસ્તરણનો પુષ્કળ અવકાશ છે, પરંતુ નવીન પટનાયકની છબી સામે બહુ અપેક્ષા રાખવી સહેલી નથી. સપના પૂરા કરવા માટે ભાજપને બંગાળમાં 19 બેઠકોના જૂના રેકોર્ડથી પણ આગળ વધવું પડશે.

આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં ભાજપનું ખાતું ખૂલ્યું નથી. એનડીએનો પહેલો ભાગીદાર AIDMK ત્યાં પહેલાથી જ હારી ચૂક્યો છે. પૂર્વોત્તર રાજ્યોની કુલ 25 લોકસભા બેઠકોમાંથી અત્યાર સુધી 11 વિસ્તારોમાં ભાજપનો કબજો છે. પ્રાદેશિક પક્ષોની મજબૂત હાજરીને કારણે ભાજપ કેટલી બેઠકો જીતે છે તે જોવું રહ્યું. 400નો આંકડો પાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ 25 બેઠકો જીતવી પડશે. આ સિવાય ભાજપે ખુદ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની સીટોને વિપક્ષના હાથમાં જતા બચાવવી પડશે.