માલદીવ-ભારત વચ્ચે સંબંધોમાં ભંગાણ બાદ ચીનની ચુંગાલમાં ફસાયું માલદીવ, માલદીવના મોઈજ્જુનાં ચીન પ્રવાસ બાદ ચીને જાસૂસી જહાજ માલદીવ રવાના કર્યું
હિંદ મહાસાગરમાં સુરક્ષાની ચિંતાઓ વચ્ચે ચીનનું રિસર્ચ જહાજ માલદીવ પહોંચી ગયું છે. તેનાથી ભારતની ચિંતામાં વધારો થયો છે. ચીનનું એક રિસર્ચ શિપ ગુરુવારે રાત્રે માલદીવ પહોંચ્યું હતું. હિંદ મહાસાગરમાં બેઈઝિંગની ગતિવિધિઓને લઈને ચિંતા વધી ગઈ છે. એક સંશોધન સંસ્થાની માલિકીનું જિયાંગ યાંગ હોંગ 03 માલદીવની રાજધાની માલેના એક બંદરે આવી પહોંચ્યું છે. એક મહિના પહેલા, આ જ જહાજ દક્ષિણપૂર્વ ચીનમાં તેના હોમ બંદર ઝિયામેનથી નીકળ્યું હતું.
વૈશ્વિક જહાજ-ટ્રેકિંગ ડેટાથી માહિતી મળી છે કે ચીનનું એક સંશોધનકર્તા જહાજ ગુરુવારે માલદિવ્સ પહોંચ્યું છે. બરાબર ત્રણ મહિના પહેલા આ જ પ્રકારનું એક જહાજ હિંદ મહાસાગરની મુલાકાતે આવ્યું હતું અને ભારતની સુરક્ષા ચિંતામાં વધારો કર્યો હતો. ભારત-માલદીવ વચ્ચેનાં સંબંધો બગડતા હવે ચીનનું આ જહાજ માલદીવ પહોંચ્યું છે.
આ પ્રવાસ એક અમેરિકી થિંક ટેંકની જાન્યુઆરીની ટિપ્પણીઓ બાદ થઈ છે કે ચીનના નૌકાદળને ત્યાં તૈનાત કરવામાં આવ્યું છે. ચીન આ મિશનથી મળતી જાણકારીઓનો લાભ ઉઠાવવા માગે છે. આ સાથે ચીને એવો દાવો કર્યો છે કે બૈજીંગની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ચીનને ખતરાના સ્વરૂપમાં જોવામાં આવે છે. જો કે ખાસ બાબત એ છે કે જિઆંગ યાંગ હોંગ 03, જે લશ્કરી હેતુઓ માટે હિંદ મહાસાગરના તળને મેપ કરતા જાસૂસી જહાજ તરીકે ઓળખવામાં આવે છે.
મરીન ટ્રાફિકની આંકડાકીય માહિતીથી જાણવા મળ્યું છે કે ચીનના પ્રાકૃતિક સંશાધન મંત્રાલયને રિપોર્ટ કરનારી એક સંશોધન સંસ્થાની માલિકીનું જિયાંગ યાંગ હોંગ 03 માલદીવની રાજધાની માલેનાં એક બંદરે પહોંચ્યું છે.એક મહિના પહેલા, આ જ જહાજ દક્ષિણપૂર્વ ચીનમાં તેના હોમ બંદર ઝિયામેનથી નીકળ્યું હતું. જો કે, માલદીવ્સનું કહેવું છે કે આ જહાજ તેના કોઈ સંશોધન કરશે નહીં અને માત્ર કર્મચારીઓના પરિભ્રમણ અને પુરવઠા માટે જ રોકાયેલું છે, પરંતુ આ પછી પણ ચિંતા વધી ગઈ છે.
જહાજ ટ્રેકિંગ ડેટાથી મળેલી જાણકારી પ્રમાણે માલદીવ પહોંચતા પહેલા જહાજે ભારત, માલદીવ અને શ્રીલંકાના વિશેષ આર્થિક ક્ષેત્રોની બહાર પાણીનું સર્વેક્ષણ કરવામાં ત્રણ અઠવાડિયાથી વધુ સમય પસાર કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જહાજનું રિસર્ચ વૈજ્ઞાનિક સમજના બેનિફિટ માટે આવ્યું છે. એક ભારતીય સુરક્ષા અધિકારીએ અગાઉ કહ્યું હતું કે જહાજો ‘દ્વિ-ઉપયોગ’ હતા, એટલે કે તેઓ જે ડેટા એકત્રિત કરે છે તેનો ઉપયોગ નાગરિક અને લશ્કરી હેતુ બંને માટે થઈ શકે છે.
નોંધનીય છે કે મોહમ્મદ મુઇઝુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી માલે અને નવી દિલ્હી વચ્ચે તણાવ છે. પહેલા ભારતીય સૈનિકોને માલદીવથી પાછા ફરવાનું કહેવામાં આવ્યું અને પછી મુઈઝુએ ચીન સાથે મિત્રતા કરવાનું શરૂ કર્યું. ચીનની નજીક આવતા જ ડ્રેગને પણ તેની રમત શરૂ કરી દીધી છે. વાસ્તવમાં આનો ફાયદો ઉઠાવીને ચીને પોતાનું સર્વે શિપ માલદીવ મોકલ્યું છે. ચીન પર જહાજો દ્વારા જાસૂસી કરવાનો આરોપ છે.
જાન્યુઆરીમાં, ટાપુ રાષ્ટ્રે વિદેશી સંશોધન જહાજો પર એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. જિયાંગ યાંગ હોંગ 03 જહાજનું આગમન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની જાન્યુઆરીમાં ચીનની મુલાકાત બાદ થયું હતું, જેણે સંબંધોમાં સુધારો કર્યો હતો. ચીન અને માલદીવ વચ્ચે પ્રવાસન સહિત 20 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બેઇજિંગે પણ 920 મિલિયન યુઆન ($128 મિલિયન) મફત સહાયની ઓફર કરી.
ચીનના આ જાસૂસી જહાજથી ઈન્ડોનેશિયા પણ ચિંતિત છે. જ્યારે તે 2021 માં ઇન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટમાંથી પસાર થયું ત્યારે ઇન્ડોનેશિયન અધિકારીઓ ચિંતિત બન્યા. તેણે કહ્યું કે તેણે તેની ટ્રેકિંગ સિસ્ટમ ત્રણ વખત બંધ કરી દીધી છે. ચીનના સંશોધન જહાજો પણ શ્રીલંકામાં રોકાયા છે. 2022 માં, જ્યારે યુઆન વાંગ 5, રોકેટ અને મિસાઇલ પ્રક્ષેપણને ટ્રેક કરવામાં સક્ષમ લશ્કરી જહાજ કોલંબો પહોંચ્યું ત્યારે ભારત પણ ચિંતિત હતું. છેલ્લી વખત ચીનનું સંશોધન જહાજ ઓક્ટોબર 2023માં શ્રીલંકામાં રોકાયું હતું, જેણે ફરીથી ભારતની ચિંતા વધારી હતી. પરંતુ જાન્યુઆરીમાં, ટાપુ રાષ્ટ્રએ વિદેશી સંશોધન જહાજો પર એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો, અસરકારક રીતે ચાઇના પોર્ટ કોલ્સનો ઇનકાર કર્યો.