દેશના ગરિબોને પહેલી વખત વિશ્વાસ થયો છે કે તેમને પાકુ ઘર મળશે કારણ કે મોદીની ગેરંટી છે

modi

મોદીની ગેરંટી ત્યાથી શરૂ થાય જ્યાથી બીજા લોકોની આશા પુરી થાય છે.
દેશના બાળકો પણ કહે છે કે, મોદી કહે તે કરી બતાવે છે. દેશના બાકીના લોકો માટે આ વાત નવી છે પણ ગુજરાતના લોકો તો આ વાત જાણે છે કે, મોદીની ગેરંટી એટલે કામ પુરુ થવાની ગેરંટી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસ ગુજરાત પ્રવાસે પધાર્યા હતા. આજે તેઓ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યોમાં ઉપસ્થિત રહ્યા. દેશના બાળકો કહી રહ્યા છે મોદીએ કહ્યું તે કરીને બતાવે છે. 55 પ્રોજેકટનું PM મોદીના હસ્તે લોકાર્પણ અને ખાત મુર્હત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીએ આજે પોતાની ગેરંટીની વાત કહેતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. મોદીએ કહ્યું કે કોંગ્રેસ જેટલી ગાળો આપશે તેટલો જ 400 પારનો સંકલ્પ એટલો જ મજબૂત થશે, જેટલુ કિચડ ફેકશે 370 કમળ એટલુ જ ખિલશે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસે દેશમાં લાબા સમય સુધી સરકાર ચલાવી છે, પણ કયારેય આદિવાસી વિસ્તારની ચિંતા કરી નથી. કોંગ્રેસ ભારતને 11મા નંબરની આર્થવ્યવસ્થા બનાવી શકી, પરંતુ ભાજપા સરકારે 10 વર્ષના કાર્યકાળમાં ભારતને 10થી 5 નંબરની અર્થવ્યવસ્થા બનાવી. આજે દુનિયા ડિજિટલ ઇન્ડિયાને ઓળખે છે, આ એ જ ડિજિટલ ઇન્ડિયા છે જેની પહેલા કોંગ્રેસના લોકો મજાક કરતા હતા. આજે ડિજિટલ ઇન્ડિયાએ નાના શહેરોને ટ્રાન્સફોર્મ કર્યા છે.

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે નવસારીમાં વિકાસના ઉત્સવમાં સામેલ થવાની તક મળી છે. આજકાલ દેશમાં એક ચર્ચા ખૂબ ચાલી રહી છે, સાંસદથી લઇ નાના વિસ્તારોમાં મોદીની ગેરંટીની ચર્ચા થઇ રહી છે. દેશના બાળકો પણ કહે છે કે, મોદી કહે તે કરી બતાવે છે. દેશના બાકીના લોકો માટે આ વાત નવી છે પણ ગુજરાતના લોકો તો આ વાત જાણે છે કે, મોદીની ગેરંટી એટલે કામ પુરુ થવાની ગેરંટી.

ગુજરાતમાં ભાજપા સરકારે ઉમગરામથી અંબાજી સુધી પુરા આદિવાસી પટ્ટામાં પાયાની સુવિધા પહોંચાડવાનું કામ કર્યુ છે. 2014 સુધી દેશમા 100 થી વધારે જિલ્લાઓમાં વિકાસ ના કાર્યો થયા ન હતા. પાછલા 10 વર્ષમા આ જિલ્લામાં ઝડપથી વિકાસના કામો કર્યા છે. મોદીની ગેરંટી ત્યાથી શરૂ થાય જ્યાથી બીજા લોકોની આશા પુરી થાય છે. દેશના ગરિબોને પહેલી વખત વિશ્વાસ થયો છે કે તેમને પાકુ ઘર મળશે કારણ કે મોદીની ગેરંટી છે.

કોંગ્રેસે વર્ષો સુધી વિશ્વ સમક્ષ ભારતની અસલી વિરાસત થી દુર રાખ્યું. કોગ્રેસના લોકો મોદીની જાતિને પણ ગાળો આપે છે. કોંગ્રેસ જેટલી ગાળો આપશે તેટલો જ 400 પારનો સંકલ્પ એટલો જ મજબૂત થશે, જેટલુ કિચડ ફેકશે 370 કમળ એટલુ જ ખિલશે. કોંગ્રેસ પાસે આજે મોદી ને ગાળો આપવા સિવાય કોઇ એજન્ડા નથી. કોંગ્રેસને પરિવારવાદથી આગળ કઇ દેખાતુ નથી. પરિવારવાદ વાળી માનસિકતા યુવાનોની દુશ્મન છે, ભાજપ આવનાર 25 વર્ષનો રોડ મેપ તૈયાર કરી વિકાસનુ લક્ષ્ય રાખ્યુ છે.

વધમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં હતો તે સમયે હું 5Fની વાત કહેતો હતો. એનો અર્થ હતો કે, ફાર્મ, ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેકટરી, ફેકટરી ટુ ફેશન, ફેશન ટુ ફોરેન. નવસારીમાં આજે જે પીએમ મિત્ર પાર્કનું કામ શરૂ થઇ રહ્યુ છે, તે ટેક્સટાઇલ સેકટર માટે દેશનું પહેલુ પાર્ક છે. આનાથી કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે.

સુરતનો ડાયમંડ અને નવસારીનું કપડુ દુનિયાની ફેશનના બજારમાં ગુજરાતની જયજયકાર થવાની છે. પીએમ મિત્ર પાર્ક તૈયાર થવાથી નવસારીની તસવીર બદલાઇ જશે. આ પાર્કના નિર્માણમાં 3 હજાર કરોડનુ રોકાણ થવાનું છે. આ પાર્કથી આસપાસના ગામોમા પણ રોજગારીની તક ઉભી કરશે. 800 કરોડથી વઘારેની રકમથી તૈયાર થનાર તાપી રિવર બેરેજનું આજે શિલાન્યાસ થયું છે. આનાથી સુરતમાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. ગુજરાત સમાજ જીવનમાં ઔદ્યોગિક વિકાસમાં વિજળીનુ મહત્વ સારી રીતે જાણે છે.

વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, એક સમય એવો હતો કે ગુજરાતમાં કલાકો સુઘી વિજળીની કટોતી રહેતી. આજના 25 થી 30 વર્ષના યુવાનોને આ વાતની જાણ નહી હોય. 2001માં લોકો સાંજે વાળુ કરતા વિજળી મળે તેવી માંગ કરતા. ગુજરાતને વિજળીના સંકટથી ઉગારવા સૌર ઉર્જા. પવન ઉર્જા, સોલર એનર્જી પર કામ કર્યુ.

પીએમ સૂર્યઘરથી 300 યુનિટ મફત આપવાની યોજના જાહેર કરવામાં આવશે. આ પેનલ લગાવવા સરકાર બેકમાંથી લોન આપશે. ગુજરાતમા ઘરે ઘરે સોલર, સૂર્ય ઉર્જાવાળી વિજળીથી જોડાઇ જવા વિનંતી કરી. આ વિસ્તારમાં દેશની પહેલી બુલેટ ટ્રેન ચાલશે. આ વિસ્તાર દેશના મોટા આર્થિક કેન્દ્ર મુંબઇ અને સુરતને જોડવા જઇ રહ્યુ છે. આજે નવસારીની ઓળખ ઔદ્યોગિક વિકાસ માટે થઇ રહી છે.

આજે તાપીના કાકરાપાર પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં 2 નવા રિએકટર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે જે મેડ ઇન ઇન્ડિયાની ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટથી ગુજરાતને વઘુ વિજળી મળી રહેશે ઔધોગીક વિકાસને વધુ મદદ મળશે.

નવસારી સહિત દક્ષિણ ગુજરાત ખેતીમાં પણ આગળ છે. ડબલ એન્જિન સરકાર આજે ખેડૂતોને દરેક રીતે મદદ કરી રહી છે. પીએમ કિસાન સમાન નિધિ યોજાના હેઠળ 350 કરોડથી વધુની મદદ મળી છે. દેશના ગરીબ ખેડૂત યુવા મહિલાઓને સશક્ત કરવાની ગેરંટી આપી છે અને આ ગેરંટી ફકત યોજના માટે નથી હકદાર સુધી યોજના પહોંચડાવાની ગેરંટી છે. દેશનો કોઇ પણ પરિવાર ગરીબીમાં ન જીવે તે માટે સરકાર લાભાર્થીઓ પાસે જઇ રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિકાસના કામોની ભેટસોંગાદ લઇને આવ્યા છે. વિકાસ કેવો હોય કેવા સ્કેલ અને કેવી સ્પીડનો હોય તે વિકાસની રાજનીતીથી દેશ અને દુનિયાને વડાપ્રધાને કરી બતાવ્યું છે. PM મોદીના દિશા માર્ગદર્શનમાં વિકાસના કામો માટે રૂપિયાની કોઇ તંગી રહેતી નથી. આપણી પાસે વડાપ્રધાનનું નેતૃત્વ છે, તે માટે દરેક વર્ગના લોકોને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે છે.
આજે જન જનને વિશ્વાસ છે કે, મોદી હૈ તો મુમકીન હૈ. સમગ્ર ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસક છે કારણ કે એક જ દિવસમાં 178 પ્રકલ્પોથી વિકાસના કામોની ડબલ સેન્ચુરી થવાની છે, જે માટે વડાપ્રધાન મોદીનો આભાર.

ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં એક જ દિવસમાં 57, 815 કરોડ રૂપિયાના કામો જનતાની સેવામા મળ્યા હોય તેવો અદભૂત અવસર છે. PM મોદીએ સૌને પાકા છતની ગેરંટી આપી છે તેને એક સાથે 1 લાખ 25 હજારથી વધુના આવાસો અર્પણ કરી ચરિતાર્થ કર્યુ છે. જે કહેવું તે કરવું અને જેટલુ કરી શકીએ તેટલુ જ કહેવું તે કાર્ય પદ્ધતિ આપણને વડાપ્રધાને આપી છે.

સુરત શહેર તાજેતરમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવીને સુરત સોનાની સુરત કહેવત સાકાર કરી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બને તેવો આપણો સંકલ્પ છે. જલ,નભ અને થલ એમ ત્રણેય સેક્ટરમાં ભારત આત્મનિર્ભરની ઉંડાન ભરી રહ્યો છે. વિકસીત ભારત સંકલ્પ યાત્રાથી વડાપ્રધાન મોદીના ગેરેંટી રથે ગામે ગામ પહોંચી સરકારના લાભો પહોંચાડયા છે.

નવસારીના સાંસદ અને રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જય જય શ્રી રામના નારા પોકારાવી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. આ સાથે જ કહ્યું કે, વડાપ્રધાન અવિકસિત ભારતને વિકસિત ભારતના માર્ગે લઈ જઈ રહ્યા છે. વિકસિત દેશો પણ ભારતથી પ્રભાવિત છે. કારણ કે મોદી સરકારે વિકાસની દિશામાં જે ઝડપ પકડી છે તે દર્શાવે છે કે મોદીના નેતૃત્વમાં ભારત વિકાસ સાધી રહ્યો છે. પાટીલે કહ્યું, ખેડૂતોના ખાતામાં મોદી સરકારે સીધા રૂપિયા જમા કરાવ્યા. યુવાનોને લોન મળે તે માટે પોતે જામીન બન્યા. કોરોનામાં આત્મનિર્ભર રસી બનાવી ફ્રી આપી અને દસ વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા હતા.