કોંગ્રેસના અમૃતરજી ઠાકોરે નકલી કચેરી કેટલા સમયથી ચાલે છે એવુ બોલ્યા બાદ આદિજાતી વિકાસ મંત્રી કુબેર ડિંડોરે આ કચેરીઓ વર્ષ ૨૦૧૬-૧૭ થી ચાલે છે એમ કહીને કોંગ્રેસ સરકારોના સમયનો કાદવ ઉછાળતા હોબાળો થયો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 15મી વિધાનસભાનું ચોથું બજેટ સત્રનો આજે 14માં દિવસે વિધાનસભાની બે બેઠક છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના જિગ્નેશ મેવાણીની એન્ટ્રી પછી ગૃહમાં હોબાળો ભર્યું માહોલ રહ્યો હતો. નકલી કચેરી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વેલમાં ધસીને આવ્યા બાદ સૂત્રોચ્ચારો કરીને સૌ ધારાસભ્યો વોકઆઉટ કર્યુ હતું જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સભામાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે.
ધારાસભ્યોના વોકઆઉટ સસ્પેન્ડ
વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન દાહોદ- છોટાઉદેપુરની નકલી કચેરીનો વિષય ઉપર બોલતા કોંગ્રેસના ધારાસભ્ય અમૃતરજી ઠાકોરે નકલી કચેરી કેટલા સમયથી ચાલે છે એવુ બોલતા જ ગૃહમાં શાસક પક્ષના આદિજાતી વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરોએ બોલી પડાતા કહ્યુ કે, આ કચેરીઓ વર્ષ ૨૦૧૬-૧૭ થી ચાલી રહી છે એમ કહિને એમ કહીને કોંગ્રેસની સરકારોના સમયનો કાદવ ઉછાળતા ગૃહમાં હોબાળો થતા વૉકઆઉટ કરી દીધું હતું. તેમજ ગૃહની બહાર આવીને વિપક્ષે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે ગુજરાત વિધાનસભા અધ્યક્ષે કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
અલબત્ત, બહુમતીના જોરે કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવામા આવ્યા ત્યારે અર્જૂન મોઢવાડિયા, શૈલેષ પરમાર, અરવિંદ લાડાણી, ડો. કિરિટ પટેલ જેવા કેટલાક ધારાસભ્ય અંદર નહોતા એટલે આવા કોંગ્રેસી વિભાગીય માંગણીની ચર્ચામા સામેલ થઈ શકે છે.
એક પણ ધારાસભ્ય વેલમા આવ્યો નશી: અમિત ચાવડા
કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે માંથી સસ્પેન્ડ કર્યા બાદ સૌ ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ને મળવા પહોંચ્યા હતા અને રજૂઆતમાં અમિત ચાવડાનું કહેવું છે કે, અમારા એક પણ ધારાસભ્ય વેલમા આવ્યો નથી. છતાંય સસ્પેન્ડ કરી દેવાયા છે આ ઠીક નથી.
પ્રશ્નકાળ દરમિયાન અધ્યક્ષે વારંવાર કોંગ્રેસના બધા સભ્યોને પોતાના સ્થાને બેસી જવા વિનંતી કરી હતી પરંતુ, શિક્ષણ મંત્રી ડિંડોરે પોતાના ભાજપનુ ઢાંકવા ત્રણ દાયકા પહેલા કોંગ્રેસી સરકારનુ ખોલતા હોબાળો થયો હતો