અમદાવાદમાં 10માં સમૂહ લગ્નનું આયોજન,1200 નવ યુગલ નિકાહ પઢશે, 1 લાખથી વધુ મહેમાનોને ભોજન પિરસવામાં આવશે

10th Maas Marriage ceremony in Ahmebabad

જામિયા ફૈઝાનુલ કુરાન દ્વારા 10મું સમૂહ લગ્નું 21મીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવશે

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 21મી ફેબ્રઆરીએ ફૈઝાન ઓર્ગનાઈઝેશન દ્વારા 10માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. પ્રવક્તા ઈનામુલ ઈરાકી જણાવ્યુ હતું કે, અગાઉ તેમણે 9 સમૂહ લગ્નનો આયોજન કરી ચુકેલા છે આ તેમનો 10મો આયોજ કરી રહ્યા છે. વર્ષ 2019માં 9માં સમૂહ લગ્નના આયોજનામાં સર્વ ધર્મ સમાજના યુગલોને સાત ફેરામાં તેમજ નિકાહમાં બાંધ્યા હતા.

કુદરતી આપદા વખતો ગરીબોને સેવા પુરી પાડી

દેશમાં કોઈપણ કુદરતી આપદા કે મુશીબત આવી હોય તો તે સમયે અમે કોઈપણ જાતિ કે ધર્મ જોયા વગર અમારી સંસ્થા મદદરૂપ થઇ, વર્ષ 2019 કોરાના કાળ દરમિયાન અમદાવાદમાં સરખેજ થી લઈને રાખીયાલ, નરોડા, બાપુનગર, વટવા, નારોલ જેવા વિસ્તારોમાં દરેક પ્રકારે ગરીબ નાગરીકોને મદદરૂપ અમારી સંસ્થા થઈ છે.

10મો માસ લગ્ન સમારોહ

જામિયા ફૈઝાનુલ કુરાન, ફૈઝાન ઓર્ગનાઈઝેશનના પ્રવક્ત ઈનામુલ ઈરાકીએ આજે પ્રસના માધ્યમથી પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે અમદાવાદમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુસ્લિમ સમાજનો સૌથી મોટો સમૂહ લગ્નો આયોજન 21મી ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ ગુજરાતના મુસ્લિમ સમાજનો સૌથી મોટા સમૂહ લગ્ન છે. તેમાં 1200 યુગલ લગ્નના બંધને બંધાશે. સીએમ ભૂપેન્દ્ર પાટેલ સહિત કેટલાય મોટા નેતા ચીફ ગેસ્ટ છે. ચર્ચા છે કે, આ લગ્ન પર લગભગ કરોડનો ખર્ચ આવી રહ્યો છે, જે ઈશા ફાઉનડેશન સંસ્થા દ્વાર મળીને ઉપાડશે.

એક લાખથી વધુ મહેમાનોનું ભોજન

આ મુસ્લિમ ધર્મ નિશુલ્ક 10મો માસ લગ્ન સમારોહ નામથી આ આયોજન થઈ રહ્યું છે. તેમાં એક લાખથી વધુ મહેમાનોને ભોજન પણ પિરસવામાં આવશે. આ સૌથી મોટા લગ્નની તૈયારી ચાલી રહી છે. આયોજકોનું કહેવું છે કે, અમદાવાદ શહેરના 500 યુગલ છે. જ્યારે બીજા ગુજરાતના ગ્રામિણ વિસ્તાર તેમજ અન્ય શહરોના થઈને 1200 યુગલો નિકાહ (વિવાહ)માં જોડાશે.