દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ પાસે એક મોટો અકસ્માત થયો છે. પોલીસનું કહેવું છે કે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમના ગેટ નંબર 2 પાસે સ્થાપિત કામચલાઉ માળખું તૂટી પડતાં 8થી વધુ લોકો ઘાયલ થયા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી
દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ પાસે એક મોટો અકસ્માત થયો છે. પોલીસનું કહેવું છે કે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમના ગેટ નંબર 2 પાસે સ્થાપિત કામચલાઉ માળખું તૂટી પડતાં 8થી વધુ લોકો ઘાયલ થયા છે. દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ સંકુલમાં પંડાલ ધરાશાયી થવાના સ્થળે દિલ્હી ફાયર સર્વિસના જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે. આજે સવારે લગભગ 11 વાગ્યે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમના ગેટ 2 પર લગ્ન સમારોહ માટે તૈયાર કરવામાં આવેલ પંડાલ ધરાશાયી થયો હતો. લગભગ 10-12 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘાયલોને સારવાર માટે એઈમ્સ ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી. દિલ્હી પોલીસનું કહેવું છે કે અન્ય બચાવ પ્રયાસો માટે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે.