કોંગ્રેસના ફ્રિઝ કરાયેલા બેંક અકાઉન્ટ આઈટી ટ્રિબ્યુનલ દ્વારા ફરી ચાલુ કરાયા

vivek-tekha

આઈટી ટ્રિબ્યુનલ તરફથી કોંગ્રેસને મોટી રાહત મળી છે
આઈટી ટ્રિબ્યુનલે કોંગ્રેસના તમામ ખાતામાંથી ફ્રીઝ હટાવવાનો નિર્દેશ આપ્યો

આઈટી ટ્રિબ્યુનલ તરફથી કોંગ્રેસને મોટી રાહત મળી છે. આઈટી ટ્રિબ્યુનલે શુક્રવારે બપોરે 12.30 વાગે કોંગ્રેસના એકાઉન્ટ્સ ફ્રીઝ કરવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કોંગ્રેસ આ મામલાને આઈટી ટ્રિબ્યુનલમાં લઈ ગઈ હતી. આ કેસની આગામી સુનાવણી બુધવારે થશે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી રૂ. 210 કરોડની રિકવરી માંગી છે.

કોંગ્રેસ પાર્ટીના નેતા વિવેક ટંખાએ કહ્યું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલા એકાઉન્ટ જે આવકવેરા વિભાગ દ્વારા ફ્રીઝ કરાયા હતા તેને આઈટી ટ્રિબ્યુનલ દ્વારા ફરી અનલૉક કરી દેવામાં આવ્યા છે. પાર્ટીના નેતા વિવેક તન્ખાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ખાતાઓ પરનું ફ્રીઝ બુધવાર સુધી હટાવી દેવાયું છે. તંખાએ કહ્યું કે મેં હમણાં જ દિલ્હીમાં ITAT બેન્ચ સમક્ષ કોંગ્રેસનો પક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે અમારી વાત સાંભળી. અમે કહ્યું કે અમારી પાસે તથ્યો છે અને અમને અપ્રમાણસર સજા થઈ શકે નહીં.તંખાએ કહ્યું કે અમે મેરિટ પર ચર્ચા કરવા માંગીએ છીએ કે અમારા પર 115 કરોડનો ટેક્સ કેવી રીતે વસૂલવામાં આવે છે.

આ પહેલા કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું- અત્યારે અમારી પાસે લાઈટ બિલ ભરવા અને કર્મચારીઓને પગાર આપવાના પૈસા નથી. એકાઉન્ટ ફ્રીઝ થવાને કારણે માત્ર ભારત જોડો ન્યાય યાત્રા જ નહીં પરંતુ પાર્ટીની તમામ રાજકીય પ્રવૃત્તીઓને અસર થશે. આ લોકશાહીને ફ્રીઝ કરવા સમાન છે.

માકને કહ્યું- અમને ગુરુવારે માહિતી મળી કે બેંકોએ પાર્ટી દ્વારા જારી કરાયેલા ચેક રોકી દીધા છે. તેઓ અમારા ચેક ક્લિયર કરતા નથી. કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યા હતા. આ સિવાય ક્રાઉડ ફંડિંગવાળા એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.