ભારત માટે ટેસ્ટમ મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે બીજા નંબરે પહોંચ્યો
સરફરાજને રવીન્દ્ર જાડેજા સાથે ગેરસમજન થતા રનઆઉટ થયો હતો જેથી રોહિત શર્મા ગુસ્સે ભરાતા પોતાની કેપ જમીન પર પછાડી
આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ આજે તેનાં ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી હતી.
આજથી રાજકોટમાં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 33 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ બેટિંગ કરવા માટે આવેલા રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગને સંભાળી લીધી હતી.
કેપ્ટન રોહિત શર્માની હાફ સેન્ચુરી બાદ રવિન્દ્ર જાડેજાએ પણ 198 બોલમાં પોતાની સદી ફટકારી હતી. રોહિત શર્માએ 157 બોલમાં પોતાની 11મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. બંને વચ્ચે 150 રનથી વધુની પાર્ટનરશીપ થઈ હતી.
આ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરી હતી. જાડેજાએ 97 બોલમાં હાફ સદી ફટકારી હતી. જ્યારે 157 બોલમાં સદી ફટકારી હતી. જાડેજાની કારકિર્દીની આ ચોથી ટેસ્ટ સદી છે. સદી ફટકાર્યા બાદ જાડેજાએ પોતાની ફેમસ સ્ટાઇલમાં તલવારબાજી કરીને ઉજવણી કરી હતી.
ટીમ ઈન્ડિયાએ સરફરાઝને ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું. સરફરાઝે આ શાનદાર તકને ઝડપી લીધી. એવું લાગી રહ્યું હતું કે સરફરાઝ તેની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારશે. પરંતુ પછી અચાનક કંઈક એવું બન્યું કે બધા અવાચક રહી ગયા. માત્ર 66 બોલમાં 62 રન બનાવીને રમી રહેલો સરફરાઝ 99 રને બીજી તરફ બેટિંગ કરી રહેલા રવીન્દ્ર જાડેજા સાથે ગેરસમજનો શિકાર બન્યો ત્યારે તે અચાનક રનઆઉટ થયો.
સરફરાઝ આઉટ થતાં જ સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ક્રિકેટપ્રેમીઓ દંગ રહી ગયા હતા. પરંતુ રોહિત શર્મા માત્ર સ્તબ્ધ જ નહીં પરંતુ ગુસ્સામાં પણ જોવા મળ્યો હતો. ડગ આઉટમાં બેઠેલા રોહિત શર્માએ પોતાની કેપ ઉતારી અને તેને જમીન પર પછાડી. આ રનઆઉટ માટે તે રવિન્દ્ર જાડેજાથી નારાજ દેખાઈ રહ્યો હતો. રોહિતનો વીડિયો સામે આવ્યો છે.
શરૂઆતના આંચકાઓ બાદ રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 204 રનની ભાગીદારી થઈ હતી. ભારતના ત્રણ બેટ્સમેનો 33 રનમાં પેવેલિયન ગયા હતા, પરંતુ આ પછી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લિશ બોલરોને કોઈ તક આપી ન હતી. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ ઉપરાંત શુભમન ગિલ અને રજત પાટીદારે નિરાશ કર્યા હતા.