મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઈએમઈસી) એક બહુ-દેશી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય યુરોપ, સાઉદી અરેબિયા, જોર્ડન, ઈઝરાયેલ, ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ને જોડવાનો છે. તે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (BRI) માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ માનવામાં આવે છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવી અટકળો હતી કે ભારત મધ્ય પૂર્વ આર્થિક કોરિડોર સંતુલન અટકી જશે કારણ કે તે મધ્ય પૂર્વમાંથી પસાર થવાનો છે. પરંતુ પીએમ મોદીની યુએઈની મુલાકાત દરમિયાન ભારત અને ખાડી દેશ વચ્ચે આ મામલે એક મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી છે.
ભારતને મધ્ય પૂર્વથી યૂરોપ સાથે જોડતા “ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર” પર કામ ચાલુ રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત સાથે એક સમજૂતી કરાર કર્યો છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે વધતા પ્રાદેશિક સંઘર્ષ છતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) ને ભારતને મધ્ય પૂર્વથી યુરોપ સાથે જોડતા ભારત મધ્ય પૂર્વ આર્થિક કોરિડોર પર કામ ચાલુ રાખવા માટે આવકાર આપ્યો છે. બુધવારે UAEની રાજધાની અબુધાબીમાં હિન્દુ મંદિરના ઉદ્ઘાટન બાદ UAE તરફથી ભારતને મળેલી આ બીજી મોટી ભેટ છે, જેનાથી ચીનની ચિંતા વધી શકે છે.
ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ મંગળવારે અબુધાબીમાં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈન્ડિયા-મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનૉમિક કૉરિડોર અથવા IMEC પર કામ કરવા માટે પ્રથમ પગલું ભરવા સહમત થયા છે.’
મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઈએમઈસી) એક બહુ-દેશી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય યુરોપ, સાઉદી અરેબિયા, જોર્ડન, ઈઝરાયેલ, ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ને જોડવાનો છે. તે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (BRI) માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ માનવામાં આવે છે.
બંને નેતાઓએ લાલ સમુદ્રમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર ગંભીર ચર્ચા કરી હતી. મધ્ય પૂર્વમાં સંઘર્ષની શરૂઆતથી, એવું માનવામાં આવતું હતું કે આ કોરિડોર બેક બર્નર પર મૂકવામાં આવશે, પરંતુ UAE સાથેનો આ કરાર સ્પષ્ટ કરે છે કે ભારત તેના વિશે ગંભીર છે અને ભવિષ્યમાં તેના પર કામ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. છે.
ચીનનો પ્રોજેક્ટ પાકિસ્તાન (Pakistan) થઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થતો હોવાથી, ભારત બીઆરઆઈ પ્રોજેક્ટનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યો છે. ભારતનું કહેવું છે કે, ચીનનો પ્રોજેક્ટને અમારી સંપ્રુભતાનું ઉલ્લંઘન છે.