શહેરમાં બે વર્ષામાં ઇસ્યુ કરેલા ઇ-મેમો કુલ ૨૦.૯૧ લાખ તેમજ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૧૭૦૫ કેમેરા પર ગૃહ વિભાગની બાજ નજર
અમદાવાદ શહેરમાં બંધ કેમેરાની મરામત માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ફંડ ફાળવ્યું: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
વિધાનસભા બજેટ સત્રપર ચર્ચાની વિધાયકોની ગૃહમાં આગળ વધી રહી છે ત્યારે આજે રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં અધ્યાક્ષે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત માટે ૧૭૦૫ કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં અનેક ગુનાના ડીટેક્શન અને પ્રિવેન્શનમાં મદદ મળે છે.
શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલાક કેમેરાને મરામતની જરૂર છે. આ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ફંડ ફાળવી આ કેમેરાની મરામત કરી પુનઃ કાર્યરત કરવામાં આવશે
હર્ષસંઘવીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૭.૪૩ લાખ તેમજ વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩.૪૮
લાખ ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરેલા ઇ-મેમોથી વર્ષ ૨૦૨૨માં રૂ. ૨૫.૫૧ કરોડથી વધુ તેમજ વર્ષ ૨૦૨૩માં રૂ. ૩.૫૩ કરોડથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે.
મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે અમદાવાદ શહેર તેમજ અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૨,૧૩૩ તેમજ ૨૦૨૩ દરમિયાન ૧૩,૨૯૩ ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે વર્ષ ૨૦૨૨માં રૂ. ૪.૫૮ લાખથી વધુ તેમજ ૨૦૨૩માં રૂ. ૩૧.૩૩ લાખથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે.