અહલાન મોદી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના UAEના પ્રવાસે, 13 ફેબ્રુઆરીએ જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં સંબોધન, 14 ફેબ્રુઆરીના રોજ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન

Modi

રામ મંદિર બાદ વડાપ્રધાન મોદી 14 ફેબ્રુઆરીએ UAEમાં BAPS મંદિરનું કરશે ઉદ્ઘાટન
અબુધાબીમાં BAPSનું શિખરબદ્ધ મંદિરના ઉદ્ઘાટન પહેલા કરાયો ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’,

અબુધાબીની “અલ વાકબા” નામની જગ્યા પર બીએપીએસનું સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યુ છે. જે 108 ફૂટ ઊંચાઈ અને સાત શિખરો સાથેનું હિન્દુ મંદિર છે. જેનું 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉદ્ધાટન કરવામાં આવેશ. ઉદ્ધાટન પહેલા વિશ્વ સંવાદિતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 980 કરતાં વધુ ભક્તો આ યજ્ઞમાં જોડાયા હતા. યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે. યજ્ઞ દરમિયાન વરસી રહેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી.

UAEમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમ પહેલા અબુધાબીના ઝાયદ સ્પોર્ટ્સ સ્ટેડિયમની ઝલક

સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં 14 ફેબ્રુઆરીના રોજ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પરંતુ તેના પહેલા આવતીકાલે 13 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી અબુધાબીના જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમને ‘અહલાન મોદી’ એટલે કે ‘નમસ્કાર મોદી’ નામ આપવામાં આવ્યું છે. આ બે દિવસની મુલાકાત દરમિયાન PM અબુ ધાબીમાં એક મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય પીએમ પોતાની મુલાકાત દરમિયાન UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને પણ મળશે.

મહત્વનું છે કે, 13 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધા નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરવાના છે. UAEના ભારતીય રાજદૂત સંજય સુધીરે આ અંગે જણાવ્યું હતું કે, UAEમાં અહલાન મોદી કાર્યક્રમ માટે 65000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે અને હજી વધુ લોકોને સમાવી શકાય તેવી શક્યતા ન હોવાને કરાણે રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું છે.

વધુમાં સંજય સુધીરે જણાવ્યું કે, UAE લગભગ 3.5 મિલિયન ભારતીયોનું ઘર છે, જે વિશ્વમાં ક્યાંય પણ ભારતીય નાગરિકોની સૌથી મોટી સંખ્યા છે. ભારતીય ડાયસ્પોરા જ્યાં પણ હોય, તેઓ હંમેશા વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. અમે અહીં તેમનો ઉત્સાહ જોઈ શકીએ છીએ, કારણ કે જ્યારે અમે અહલાન મોદી માટે નોંધણીઓ શરુ કરી હતી અને આજે તે 65,000ને સ્પર્શતાની સાથે જ અમારે ખરેખર નોંધણી બંધ કરવી પડી હતી, કારણ કે અમે હવે વધુ લોકોને સમાવી શકીએ તેમ નથી.

લોકો વડાપ્રધાનના વિઝન અને ભારત ક્યાં જઈ રહ્યું છે તેના વિકસીત ભારતના વિઝનને સાંભળવા માટે ખૂબ ઉત્સુક છે. ભારતમાં નીતિગત ફેરફારો શું થઈ રહ્યા છે, અમૃત કાલ, જેમ કે આપણે વારંવાર વાત કરીએ છીએ, તેથી ત્યાં ઘણું બધું છે. ભારતીય સમુદાયમાં વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ભારે ઉત્સાહ છે.

‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું LIVE પ્રસારણ કરવામાં આવશે
બીએપીએસ હિન્દુ મંદિર, અબુધાબીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવનાર દિવસોમાં ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત ઉજવાનાર વિશિષ્ટ કાર્યક્રમોની રૂપરેખાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, આ કાર્યક્રમો વિશિષ્ટ થીમ પર આધારિત હશે, જેમાં વિશ્વના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો સમ્મિલિત થશે. આ તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ live.baps.org પર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, BAPS હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્દઘાટન પ્રસંગે વૈશ્વિક હિંદુ સંતવિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું અબુ ધાબીમાં ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે 5 ફેબ્રુઆરીના રોજ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર આગમન વખતે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું યુએઈના સહિષ્ણુતા મંત્રી, મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શેખ નહ્યાને પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરતાં જણાવ્યું હતુ કે, “યુએઈમાં આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી આ દેશ પાવન થયો છે. તમારી શુભકામનાઓથી અમને સ્પર્શી ગઈ છે. અમને તમારા આશીર્વાદ અનુભવાય છે.