- અમિત શાહએ સ્પષ્ટતા કરી કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી. નાગરિકતા આપવાનો કાયદો છે
- દેશના લઘુમતીઓ, ખાસ કરીને અમારા મુસ્લિમ ભાઈઓને CAA વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે: ગૃહમંત્રી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA)ને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે CAA લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA)ને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે CAA લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) પર અમિત શાહે કહ્યું કે કાયદો 2019માં પસાર થયો હતો. આ અંગેના નિયમો જારી કર્યા બાદ તેને લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. શાહે કહ્યું, ‘CAA દેશનો કાયદો છે, તેનું નોટિફિકેશન ચોક્કસપણે થશે. CAAને ચૂંટણી પહેલા લાગૂ કરવાની છે જેથી કોઈને પણ આમાં કોઈ મૂંઝવણ ન રહે. ,
ગૃહમંત્રીએ કહ્યું, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે CAA કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી. નાગરિકતા આપવાનો આ કાયદો છે. તેમણે કહ્યું, ‘આ દેશના લઘુમતીઓ, ખાસ કરીને અમારા મુસ્લિમ ભાઈઓને CAA વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA દેશમાં કોઈની નાગરિકતા છીનવી શકે નહીં કારણ કે તેમાં આવી કોઈ જોગવાઈ નથી.
2024ની ચૂંટણી પહેલા CAA લાગુ કરવામાં આવશે
અમિત શાહે કહ્યું, “CAA માત્ર એવા લોકોને નાગરિકતા આપવા માટે છે જેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચાર અને અત્યાચારનો સામનો કરીને ભારત આવ્યા છે. તે કોઈની ભારતીય નાગરિકતા છીનવી લેવા માટે નથી.”
ત્રીજી વખત મોદી સરકાર બનશે
ગૃહમંત્રીએ કહ્યું કે, ભાજપને 370 બેઠકો મળશે અને NDAને 400થી વધુ બેઠકો મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બનશે. લોકસભા ચૂંટણીના પરિણામો પર કોઈ સસ્પેન્સ નથી અને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને પણ એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે તેઓએ ફરીથી વિપક્ષી બેન્ચ પર બેસવું પડશે.