PM મોદીની OBC જાતિને લઈને રાહુલ ગાંધીના નિવેદન બાદ કેન્દ્ર સરકારે કર્યા પલટવાર, રજુ કર્યા તથ્યો

bjp-congress

જે વ્યક્તિ પોતાનું ગોત્ર પણ જાણતી નથી, તે આજે ગરીબ પરિવાર અને તેલી સમાજમાં જન્મેલા વડાપ્રધાનને ઓબીસી સર્ટિફિકેટ આપી રહી છેઃ નરહરિ અમીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની OBC જાતિને લઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “PM મોદીનો જન્મ OBC કેટેગરીમાં થયો નથી. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો. વડાપ્રધાન મોદી જન્મજાત ઓબીસી નથી. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે પોતાની જાતિ બદલીને ઓબીસી કરી છે. ત્યારે રાહુલ ગાંધીના આ દાવા પર કેન્દ્ર સરકારે પલટવાર કર્યો છે.

વડાપ્રધાનની જાતિ પર રાહુલ ગાંધીના નિવેદનના સંબંધમાં ફેક્ટ હેડિંગથી એક સંક્ષિપ્ત નોટમાં સરકારે કહ્યું કે, મોધ ઘાંચી જાતિ ગુજરાત સરકારની લિસ્ટમાં સામાજિક (અને) શૈક્ષણિક રૂપે પછાત વર્ગ અને OBCના રૂપમાં સામેલ છે. ગુજરાતમાં એક સર્વે બાદ મંડળ આયોગે સૂચકાંક 91(A) હેઠળ OBCની એક લિસ્ટ તૈયાર કરી, જેમાં મોધ ઘાંચી જાતિ સામેલ હતી. ભારત સરકારની ગુજરાત માટે 105 OBC જાતિઓની લિસ્ટમાં મોધ ઘાંચીને પણ સામેલ કરી છે. સરકારે રાહુલ ગાંધીએ એ પણ યાદ અપાવ્યું કે, મોધ ઘાંચી જાતિને OBCની લિસ્ટમાં સામેલ કરવાની અધિસૂચના 25 જુલાઇ 1994ના રોજ જાહેર કરવામાં આવી હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું.

સરકાર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે ભારત સરકારની 4 એપ્રિલ, 2000ની નોટિફિકેશન મુજબ તે ઉપ સમૂહને એબીસી સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે બંને નોટિફિકેશન જાહેર કરાયું ત્યારે નરેન્દ્ર મોદી સત્તામાં ન હતા અને તે સમયે કોઈ કાર્યકારી કાર્યાલય પણ સંભાળતા ન હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી લોકોને એમ કહીને ભરમાવી રહ્યા છે કે તેઓ OBCથી છે. મોદીનો જન્મ તેલી જાતિમાં થયો હતો, જેને 2000માં ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન સામેલ કરવામાં આવી. આ પ્રકારે મોદીજી જન્મથી OBC નથી.

ભાજપના પલટવાર બાદ હવે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “જ્યારે હું કોંગ્રેસ સરકારમાં ડેપ્યુટી સીએમ હતો, ત્યારે સરકારે સૂચના આપી હતી કે મોઢ-ઘાંચી ઓબીસી હેઠળ આવે છે. પીએમ મોદીનો પણ આ મોઢ-ઘાંચી સાથે સંબંધ છે.

બીજેપી સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા આ માહિતી આપી છે. જેમાં તેણે લખ્યું છે કે “રાહુલ ગાંધી આવા નિવેદનો કરીને OBC સમુદાયનું અપમાન કરી રહ્યા છે.” સાંસદ નરહરિ અમીને વધુમાં લખ્યું છે કે, “જ્યારે કોંગ્રેસ સરકારે 25 જુલાઈ 1994ના રોજ કહ્યું હતું કે મોઢ-ઘાંચી ઓબીસીમાં આવે છે, ત્યારે નરેન્દ્ર મોદી ન તો સાંસદ હતા કે ન તો ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી તો દૂરની વાત છે. બીજેપી સાંસદ નરહરિ અમીને રાહુલ ગાંધી પાસે માંગ કરી છે કે તેઓ તેમના નિવેદન બદલ ગુજરાતની જનતાની તાત્કાલિક માફી માંગે અને જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. તેમણે કહ્યું, “એક વ્યક્તિ જે પોતાનું ગોત્ર પણ નથી જાણતો તે આજે ગરીબ પરિવાર અને તેલી સમુદાયમાં જન્મેલા વડાપ્રધાનને OBC પ્રમાણપત્ર આપી રહી છે!”