કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજુ કર્યું શ્વેતપત્ર, UPA સરકારમાં થયેલ કૌભાંડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો

nirmala-sitaraman

UPA શાસનના 10 વર્ષના કાર્યકાળમાં 15 કૌભાંડ; મોદી સરકારના શ્વેત પત્રમાં કોંગ્રેસ, લાલુ અને મમતા પર સાધ્યું નિશાન

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 2014 પહેલાની ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું છે. જેમાં યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવી છે. UPA શાસનના 10 વર્ષના કાર્યકાળ પર રજૂ કરવામાં આવેલા આ શ્વેત પત્રમાં 2004થી 2014 સુધી સત્તા પર રહેલી UPA સરકાર પર આર્થિક કુપ્રબંધનના આરોપ લગાડવામાં આવ્યા છે. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે ઘણી મહેનત કરી છે.’

સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે, તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના 10 વર્ષના આર્થિક પ્રદર્શનની તુલના ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના 10 વર્ષ સાથે કરવા માટે ‘ શ્વેત પત્ર ‘ રજૂ કરશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં UPA શાસનના 10 વર્ષના કાર્યકાળ પર શ્વેત પત્ર રજૂ કરી દીધું છે. આ શ્વેત પત્રમાં 2004થી 2014 સુધી સત્તા પર રહેલી UPA સરકાર પર આર્થિક કુપ્રબંધનના આરોપ લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશ પર દેવું વધવા અને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સહિતના ખર્ચમાં પણ વધારો થયો હોવાનો તેમાં દાવો કરાયો છે. શ્વેત પત્રમાં UPAના સમયમાં ડિફેન્સ સેક્ટર પણ ઘણું નબળું હતું તેવો દાવો કરાયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે UPA સરકારના કાર્યકાળમાં રક્ષા ક્ષેત્રની તૈયારીઓ નબળી હતી.

કૌભાંડનો ઉલ્લેખ કરાયો છે તેમાં 2જી સ્કેમ અને કોલ બ્લોકની ફાળવણી કૌભાંડ પણ સામેલ છે. આ શ્વેત પત્રમાં શારદા ચિટ ફંડ અને નોકરીના બદલે જમીન કૌભાંડનો ઉલ્લેખ કરીને મમતા બેનર્જી અને લાલુ યાદવ પર પણ નિશાન સાધવામાં આવ્યા છે. આ કૌભાંડ ત્યારે થયું હોવાનો દાવો કરાય છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા. ગુરુગ્રામ અને પંચકૂલામાં લેન્ડ ડીલ, એન્ટ્રીક્સ દેવાસ ડીલ જેવા કૌભાંડનો પણ આ શ્વેત પત્રમાં વિસ્તૃતથી ઉલ્લેખ કરાયો છે. શ્વેત પત્રમાં આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર ડીલનો પણ ઉલ્લેખ કરાયો છે.

શ્વેત પત્રમાં કહેવામાં આવ્યું છે કે UPA સરકારે દેશની આર્થિક સ્થિતિ નબળી કરી. UPA સમયગાળામાં રુપિયામાં ભારે ઘટાડો નોંધાયો. બેંકિંગ સેક્ટર સંકટમાં હતું, વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ભારે દેવું લેવાયું હતું. રેવેન્યૂનો ખોટો ઉપયોગ કરાયો.

સરકાર દ્વારા ‘શ્વેત પેપર’માં દર્શાવેલ મહત્વના 15 મુદ્દા

ઝડપી સુધારાઓ કરવાને બદલે, NDA સરકારે બોલ્ડ સુધારા હાથ ધર્યા, મજબૂત સુપરસ્ટ્રક્ચર બનાવ્યું
રાજકીય અને નીતિગત સ્થિરતાથી સજ્જ એનડીએ સરકારે તેના પુરોગામી યુપીએથી વિપરીત વધુ આર્થિક સ્થિતિ સુધારવા માટે માટે કઠિન નિર્ણયો લીધા.
મોદી સરકારના આર્થિક સંચાલને ભારતને સતત ઉચ્ચ વૃદ્ધિના નિશ્ચિત માર્ગ પર મૂક્યું.
બેંકિંગ કટોકટી યુપીએ સરકારની સૌથી મહત્વપૂર્ણ અને કુખ્યાત વારસો પૈકીની એક હતી.
જાહેર નાણાંકીય સ્થિતિ ખરાબ હતી, આર્થિક ગેરવહીવટ અને નાણાકીય અનુશાસન હતું, અને વ્યાપક ભ્રષ્ટાચાર હતો.
2014 માં, સરકારને ક્ષતિગ્રસ્ત અર્થતંત્ર વારસામાં મળ્યું હતું, જેના પાયાને સ્વ-ટકાઉ લાંબા ગાળાના વિકાસને સક્ષમ કરવા માટે પુનઃનિર્માણ કરવું પડ્યું.
2014 પહેલાના સમયમાં અનેક આર્થિક પડકાર હતા. જેને એનડીએ સરકારના સુચારૂ આર્થિક સંચાલનને પાર પાડ્યા.
લોકોને આશા જગાવવી, સ્થાનિક અને વૈશ્વિક બંને પ્રકારના રોકાણ આકર્ષવા અને ખૂબ જ જરૂરી સુધારાઓ માટે સમર્થન ઊભું કરવું એ સમયની જરૂરિયાત હતી.
યુપીએ સરકાર આર્થિક પ્રવૃત્તિઓને સરળ બનાવવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી, તેના બદલે અર્થવ્યવસ્થાને રોકી રાખતા અવરોધો ઉભા કર્યા.
તે સમયે તિજોરી અને રાજકોષીય અને મહેસૂલી ખાધના મહેસૂલી નુકસાન લાવતા અસંખ્ય કૌભાંડો હતા.
છેલ્લા 10 વર્ષોમાં એનડીએ સરકારે અગાઉની યુપીએ સરકારના પડકારોને સફળતાપૂર્વક પાર કર્યા હતા.
અમારી સરકારે, તેના પુરોગામીથી વિપરીત, મજબૂત સુપરસ્ટ્રક્ચર બનાવવાની સાથે અર્થતંત્રના પાયામાં રોકાણ કર્યું છે.
પેપરમાં વધુમાં ઉમેર્યું હતું કે, “આપણે સૂતા પહેલા માઈલ અને પર્વતો માપવાના છે” કારણ કે ગંતવ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે.
પેપરમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ‘રાષ્ટ્ર-પ્રથમ’માં વિશ્વાસ રાખે છે અને રાજકીય પોઈન્ટ સ્કોર કરવામાં નહીં.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 2014 પહેલાની ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું છે. જેમાં યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવી છે. UPA શાસનના 10 વર્ષના કાર્યકાળ પર રજૂ કરવામાં આવેલા આ શ્વેત પત્રમાં 2004થી 2014 સુધી સત્તા પર રહેલી UPA સરકાર પર આર્થિક કુપ્રબંધનના આરોપ લગાડવામાં આવ્યા છે. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે ઘણી મહેનત કરી છે.’

સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે, તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના 10 વર્ષના આર્થિક પ્રદર્શનની તુલના ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના 10 વર્ષ સાથે કરવા માટે ‘ શ્વેત પત્ર ‘ રજૂ કરશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં UPA શાસનના 10 વર્ષના કાર્યકાળ પર શ્વેત પત્ર રજૂ કરી દીધું છે. આ શ્વેત પત્રમાં 2004થી 2014 સુધી સત્તા પર રહેલી UPA સરકાર પર આર્થિક કુપ્રબંધનના આરોપ લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશ પર દેવું વધવા અને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સહિતના ખર્ચમાં પણ વધારો થયો હોવાનો તેમાં દાવો કરાયો છે. શ્વેત પત્રમાં UPAના સમયમાં ડિફેન્સ સેક્ટર પણ ઘણું નબળું હતું તેવો દાવો કરાયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે UPA સરકારના કાર્યકાળમાં રક્ષા ક્ષેત્રની તૈયારીઓ નબળી હતી.

કૌભાંડનો ઉલ્લેખ કરાયો છે તેમાં 2જી સ્કેમ અને કોલ બ્લોકની ફાળવણી કૌભાંડ પણ સામેલ છે. આ શ્વેત પત્રમાં શારદા ચિટ ફંડ અને નોકરીના બદલે જમીન કૌભાંડનો ઉલ્લેખ કરીને મમતા બેનર્જી અને લાલુ યાદવ પર પણ નિશાન સાધવામાં આવ્યા છે. આ કૌભાંડ ત્યારે થયું હોવાનો દાવો કરાય છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા. ગુરુગ્રામ અને પંચકૂલામાં લેન્ડ ડીલ, એન્ટ્રીક્સ દેવાસ ડીલ જેવા કૌભાંડનો પણ આ શ્વેત પત્રમાં વિસ્તૃતથી ઉલ્લેખ કરાયો છે. શ્વેત પત્રમાં આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર ડીલનો પણ ઉલ્લેખ કરાયો છે.

શ્વેત પત્રમાં કહેવામાં આવ્યું છે કે UPA સરકારે દેશની આર્થિક સ્થિતિ નબળી કરી. UPA સમયગાળામાં રુપિયામાં ભારે ઘટાડો નોંધાયો. બેંકિંગ સેક્ટર સંકટમાં હતું, વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ભારે દેવું લેવાયું હતું. રેવેન્યૂનો ખોટો ઉપયોગ કરાયો.

સરકાર દ્વારા ‘શ્વેત પેપર’માં દર્શાવેલ મહત્વના મુદ્દા

  • ઝડપી સુધારાઓ કરવાને બદલે, NDA સરકારે બોલ્ડ સુધારા હાથ ધર્યા, મજબૂત સુપરસ્ટ્રક્ચર બનાવ્યું
  • રાજકીય અને નીતિગત સ્થિરતાથી સજ્જ એનડીએ સરકારે તેના પુરોગામી યુપીએથી વિપરીત વધુ આર્થિક સ્થિતિ સુધારવા માટે માટે કઠિન નિર્ણયો લીધા.
  • મોદી સરકારના આર્થિક સંચાલને ભારતને સતત ઉચ્ચ વૃદ્ધિના નિશ્ચિત માર્ગ પર મૂક્યું.
  • બેંકિંગ કટોકટી યુપીએ સરકારની સૌથી મહત્વપૂર્ણ અને કુખ્યાત વારસો પૈકીની એક હતી.
  • જાહેર નાણાંકીય સ્થિતિ ખરાબ હતી, આર્થિક ગેરવહીવટ અને નાણાકીય અનુશાસન હતું, અને વ્યાપક ભ્રષ્ટાચાર હતો.
  • 2014 માં, સરકારને ક્ષતિગ્રસ્ત અર્થતંત્ર વારસામાં મળ્યું હતું, જેના પાયાને સ્વ-ટકાઉ લાંબા ગાળાના વિકાસને સક્ષમ કરવા માટે પુનઃનિર્માણ કરવું પડ્યું.
  • 2014 પહેલાના સમયમાં અનેક આર્થિક પડકાર હતા. જેને એનડીએ સરકારના સુચારૂ આર્થિક સંચાલનને પાર પાડ્યા.
  • લોકોને આશા જગાવવી, સ્થાનિક અને વૈશ્વિક બંને પ્રકારના રોકાણ આકર્ષવા અને ખૂબ જ જરૂરી સુધારાઓ માટે સમર્થન ઊભું કરવું એ સમયની જરૂરિયાત હતી.
  • યુપીએ સરકાર આર્થિક પ્રવૃત્તિઓને સરળ બનાવવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી, તેના બદલે અર્થવ્યવસ્થાને રોકી રાખતા અવરોધો ઉભા કર્યા.
  • તે સમયે તિજોરી અને રાજકોષીય અને મહેસૂલી ખાધના મહેસૂલી નુકસાન લાવતા અસંખ્ય કૌભાંડો હતા.
  • છેલ્લા 10 વર્ષોમાં એનડીએ સરકારે અગાઉની યુપીએ સરકારના પડકારોને સફળતાપૂર્વક પાર કર્યા હતા.
  • અમારી સરકારે, તેના પુરોગામીથી વિપરીત, મજબૂત સુપરસ્ટ્રક્ચર બનાવવાની સાથે અર્થતંત્રના પાયામાં રોકાણ કર્યું છે.
  • પેપરમાં વધુમાં ઉમેર્યું હતું કે, “આપણે સૂતા પહેલા માઈલ અને પર્વતો માપવાના છે” કારણ કે ગંતવ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે.
  • પેપરમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ‘રાષ્ટ્ર-પ્રથમ’માં વિશ્વાસ રાખે છે અને રાજકીય પોઈન્ટ સ્કોર કરવામાં નહીં.