ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, મનોજ સોનકર બન્યા ચંદીગઢના મેયર

chandigadh

ચૂંટણીમાં ભાજપને 16 વોટ મળ્યા જ્યારે ઈન્ડિયા એલાયન્સને 20માંથી 8 વોટ રદ થતા 12 વોટ મળ્યા હતા
પરિણામો જાહેર થયા બાદ AAP-કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કરી ભાજપ પર બેઈમાનીનો આરોપ લગાવ્યો

ચંદીગઢમાં મેયરની ચૂંટણી આજે ભારે હોબાળો વચ્ચે પૂર્ણ થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને 16 વોટ મળ્યા હતા જ્યારે ઈન્ડિયા એલાયન્સને 12 વોટ મળ્યા. ચૂંટણી દરમિયાન એસેમ્બલી હોલમાં ભારે ડ્રામ જોવા મળ્યો કે જ્યારે પીઠાસીન અધિકારીએ કોંગ્રેસ તથા APPના 8 મત ગેરમાન્ય ઠેરાવ્યા હતા. ત્યારબાદ મેયરની આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરની જીતનો માર્ગ મોકળો થઈ ગયો હતો. સોનકરને 16 મત મળ્યા હતા જ્યારે APPના કુલદીપ કુમારને 12 મત મળ્યા હતા. જ્યારે આઠ મત ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા.

મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધનને ભારે ફટકો પડ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અંધાધૂંધી વચ્ચે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. ભાજપના મનોજ સોનકર ચંદીગઢના નવા મેયર બન્યા છે. તેમણે ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર કુલદીપ કુમારને હરાવ્યા હતા. આ ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળીને લડી હતી.

ચૂંટણીમાં ભાજપને 16 વોટ મળ્યા જ્યારે ઈન્ડિયા એલાયન્સને 12 વોટ મળ્યા. I.N.D.I.A ગઠબંધનની સંખ્યા 20 હતી, પરંતુ તેને માત્ર 12 મત મળ્યા. તેમના 8 મત રદ થયા હતા. ગઠબંધનના નેતાઓ પરિણામોથી નારાજ થયા હતા. પરિણામો જાહેર થયા બાદ AAP અને કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો હતો અને ભાજપ ઉપર બેઈમાનીનો આરોપ લગાવ્યો હતો. બંને પક્ષના કાઉન્સિલરો હડતાળ પર બેસી ગયા હતા. ગઠબંધન દ્વારા સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતને હાઈકોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.

નવા નિમાયેલ ભાજપના મેયરે શુ કહ્યું ?
ચંડીગઢના નવનિયુક્ત મેયર મનોજ સોનકરે કહ્યું કે આરોપ લગાવવા તેમનું (AAP-કોંગ્રેસ)નું કામ છે. જ્યાં પણ તેમની વાત ચાલતી નથી ત્યા તેઓ આરોપ લગાવી દે છે. તમામ બાબત કેમેરા પર છે. પણ જ્યારે તેઓ કોઈ કામ કરી શકતા નથી અને હારને પચાવી શકતા નથી ત્યારે આ પ્રકારનો માહોલ બને છે અને અમારી ઉપર દોષારોપણ શરૂ થઈ જાય છે. મેયરના નામની જાહેરાત થતા જ તેમણે મતપત્ર ફાડવાનું શરૂ કરી દીધુ હતું અને આજુબાજુના લોકોને ધક્કા મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેઓ એક નાનુ શહેર ચલાવી શકતા નથી તો એક રાજ્ય કેવી રીતે ચલાવી શકે છે.

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 14 કાઉન્સિલરો છે. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ સૌથી મોટી પાર્ટી છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી ભાજપ પછી 13 કાઉન્સિલરો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસના સાત કાઉન્સિલરો છે અને એક શિરોમણી અકાલી દળનો છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં સ્થાનિક સાંસદને પણ મતદાનનો અધિકાર છે. ભાજપના કિરણ ખેર ચંદીગઢના સાંસદ છે. કિરણ ખેર સાથે ભાજપની તાકાત 15 સુધી પહોંચી જાય છે, જ્યારે એક સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારનારી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંખ્યા 20 કાઉન્સિલરોની છે.

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 36 વોર્ડ છે અને મેયર બનવા માટે 19 વોટની જરુર પડે. પોતાના કાઉન્સિલરો અને સાંસદો સાથે ભાજપનું સંખ્યાબળ માત્ર 15 મત સુધી પહોંચી રહ્યું હતું. શિરોમણી અકાલી દળના એકમાત્ર કાઉન્સિલરના મતો ઉમેરીએ તો ભાજપનો મત માત્ર 16 સુધી પહોંચી રહ્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીના 13 અને કોંગ્રેસના સાત સંયુક્ત મત 20 સુધી પહોંચી રહ્યા હતા.

35 કાઉન્સિલરો અને સાંસદ કિરણ ખેરે મેયરની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. મતદાન બાદ મતગણતરી શરૂ થઇ ગઇ હતી. ભાજપના ઉમેદવારને તરફેણમાં 16 મત મળ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવારના પક્ષમાં 20 વોટ પડ્યા હતા. કોંગ્રેસ-આપના ઉમેદવારની તરફેણમાં 20માંથી આઠ મત નામંજૂર થયા હતા. અસ્વીકારના કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના માન્ય વોટ 12 જ રહ્યાં અને ભાજપના ઉમેદવાર મનોજ સોનકરની તરફેણમાં 12 મત મળ્યા હતા. મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર વિજયી જાહેર થયા હતા.

મેયરની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ AAPના ચંદીગઢના મેયર ઉમેદવાર કુલદીપ કુમાર ભાંગી પડ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે ચૂંટણીમાં દિવસે દિવસે જે રીતે અપ્રમાણિકતા કરવામાં આવી તે અત્યંત ચિંતાજનક છે. જો આ લોકો મેયરની ચૂંટણીમાં આટલા નીચા જઈ શકે છે તો દેશની ચૂંટણીમાં ગમે તે હદે જઈ શકે છે. આ ખૂબ જ ચિંતાજનક છે.

છેલ્લા આઠ વર્ષથી મેયર પદ ભાજપ પાસે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીએ મેયર પદ માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા.