બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે થયેલ કારમી હાર બાદ હવે બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના બે ખેલાડી રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટીમમાંથી બહાર થઈ ગયા છે.
વિશાખાપટ્ટનમમાં 2 ફેબ્રુઆરીથી બીજી ટેસ્ટ શરૂ થઈ રહી છે. ત્યારે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જેડજા અને મિડલ ઓર્ડર બેટ્સમેન કેએલ રાહુલ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જ્યારે મુંબઈના યુવા ક્રિકેટર સરફરાજ ખાનને પહેલીવાર ભારતીય સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે.
બીસીસીઆઈ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે અને બીજી ટેસ્ટ માટે ટીમની બહાર છે. જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા છે, જ્યારે રાહુલને ક્વાડ્રિસેપ્સની ઈજા છે. બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ રહી છે.
બીસીસીઆઈએ કહ્યું કે, મેડિકલ ટીમ આ બંને પર નજર રાખી રહી છે. આ સાથે જ પસંદગી સમિતિએ આ બંનેના સ્થાને ત્રણ ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. બેટ્સમેન સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરફરાઝ છેલ્લી કેટલીક સિઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાંનો એક રહ્યો છે.
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ભારતની અપડેટ ટીમઃ –
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર.