વડાપ્રધાન મોદી પણ તેમના નિવાસસ્થાન એટલે કે PMOમાં રામજ્યોતિ પ્રગટાવી
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે ઘરે દીવા પ્રગટાવવાનું આહવાન કર્યું હતું. જેને લઈને અયોધ્યા સહિત સમગ્ર દેશ દીવડાઓથી ઝગમગી ઉઠ્યો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશભરમાં દિવડાઓ પ્રગટાવીને ધામધૂમથી દિવાળી તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું છે કે, આ શુભ અવસર પર હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ રામજ્યોતિ પ્રગટાવે અને તેમના ઘરોમાં પણ રામલલાનું સ્વાગત કરે. જય સિયા રામ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ લોકોએ ઘરે ઘરે દીવાઓ પ્રગટાવીને ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું હતું. સમગ્ર દેશ દીવાઓની રોશનીથી ઝળહળી રહ્યો છો. આ અવસરે વડાપ્રધાન મોદી પણ તેમના નિવાસસ્થાન એટલે કે PMOમાં રામજ્યોતિ પ્રગટાવતા જોવા મળ્યા છે.
અયોધ્યામાં રામ લલ્લાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ની ઉજવણી માટે, ભક્તોએ જમ્મુના રઘુનાથ મંદિરમાં માટીના દીવા પ્રગટાવ્યા
PMની સાથે, કેબિનેટમાં તેમના સાથીદારો પણ ભગવાન રામના અયોધ્યા આગમન પર તેમના નિવાસસ્થાન પર શ્રી રામ જ્યોત પ્રગટાવતા જોવા મળ્યા હતા.
22 જાન્યુઆરીના અયોધ્યામાં આજે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેને લઇને સમગ્ર દેશ આજે રામ ભક્તિના રંગમાં રંગાયો છે. ત્યારે ગુજરાતમાં પણ દિવાળીનો માહોલ જામ્યો છે. ત્યારે સાંજ પડતા ઠેર-ઠેર પ્રભુ રામની આરતી કરવામાં આવી રહી છે.
અયોધ્યામાં રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ને ચિહ્નિત કરવા માટે ભક્તોએ નેપાળનાં જનકપુરમાં મા જાનકી મંદિરમાં દીવાઓ પ્રગટાવી અને પ્રાર્થના કરી.
અયોધ્યા રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ નિમિત્તે ગુજરાતના અમદાવાદમાં SGVP ગુરુકુળમાં દિયા અને ફટાકડા
મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે ભોપાલમાં રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ની ઉજવણી દીવા પ્રગટાવીને અને ફટાકડા ફોડીને કરી હતી.
અયોધ્યા રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભસ્વામી મંદિરની સામે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી થઈ. જે બાદ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામનું ચિત્રણ કરનાર લેસર અને લાઈટ શોનું આયોજન થયું.