વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લેનારા દેશના પ્રથમ વડાપ્રધાન છે.
પ્રાણ-પ્રતિષ્ઠા પહેલાં PM મોદી 11 દિવસનાં અનુષ્ઠાન પર છે જે દરમિયાન તેઓ દેશનાં વિવિધ મંદિરોમાં પૂજા-પાઠ કરી રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન તેઓ તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે. પીએમ મોદી લાકડાના પાટિયા પર ધાબળો ઓઢીને સૂઈ રહ્યા છે, એકટાણું ઉપવાસ પણ કરી રહ્યા છે. રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના અનેક મંદિરોમાં જઈને દર્શન કરી રહ્યાં છે.
આજે શનિવારે વડાપ્રધાન મોદી તમિલનાડુની યાત્રા પર છે. અહીં તેમણે બે મંદિરોમાં પૂજા કરી હતી. પીએમએ સૌપ્રથમ શ્રીરંગમ, તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારપછી હાથીને ગોળ ખવડાવ્યો અને આશીર્વાદ લીધા. આ દરમિયાન વડાપ્રધાને રામેશ્વરમમાં અંગી તીર્થ સમુદ્ર તટ પર પવિત્ર સ્નાન કર્યું. દરિયામાં ડુબકી લગાવ્યા બાદ ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી. સમુદ્ર સ્નાન બાદ પીએમ રામેશ્વરમમાં શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિર ગયા હતા. અહીં વડાપ્રધાને અનેક યાત્રાધામોના પવિત્ર જળથી સ્નાન કર્યું હતું. આ સમયે વડાપ્રધાન મોદી રુદ્રાક્ષની માળામાં જોવા મળ્યા. તેમણે તમિલનાડુના પ્રાચીન શિવ મંદિર રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી. પુજારીઓ દ્વારા તેમણે પારંપરિક સન્માન અપાયું. આ ઉપરાંત તેમણે મંદિરમાં આયોજિત ભજનમાં પણ ભાગ લીધો.
બપોરે તેમણે રામેશ્વરમમાં રોડ શો કર્યો હતો. આ પછી પીએમએ રામેશ્વરમના અગ્નિ તીર્થમમાં સ્નાન કર્યું અને પછી ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી. અહીં તેમણે રામાયણ પાઠ અને ભજનમાં ભાગ લીધો હતો. શ્રી રંગનાથસ્વામી અને રામેશ્વરમ મંદિરો ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા છે.
સમુદ્રમાં સ્નાન બાદ વડાપ્રધાન રામેશ્વરમાં શ્રીઅરુલ્મિગુ રામનાથસ્વામી મંદિર ગયા. જ્યાં વડાપ્રધાનને અનેક તીર્થોના પૂજિત જળથી સ્નાન કરાવ્યું. જે બાદ વડાપ્રધાને મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના પણ કરી. આ સાથે જ વડાપ્રધાન મોદી શ્રીરામાયણ પારાયણ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં આઠ અલગ-અલગ પારંપરિક મંડળીઓ સંસ્કૃત, અવધી, કાશ્મીરી, ગુરુમુખી, અસમિયા, બાંગ્લા, મૈથિલી અને ગુજરાતીમાં રામકથાના પાઠ કર્યા. વડાપ્રધાન મોદી શ્રીઅરુલમિગુ રામનાથસ્વામી મંદિર રામેશ્વરમમાં વડાપ્રધાન ભજન સંધ્યામાં પણ સામેલ થયા. અહીંનું શિવલિંગ શ્રીરામ દ્વારા સ્થાપિત કરાયું હતું. ભગવાન રામ અને સીતા માતાએ અહીં પ્રાર્થના કરી હતી. તિરુચિરાપલ્લી જિલ્લામાં શ્રીરંગનાથ સ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદી વાયુસેનાના હેલીકોપ્ટરથી અહીં પહોંચ્યા જ્યાં ભાજપ કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું.
રામેશ્વરમ જતા પહેલા વડાપ્રધાન મોદીએ તિરુચિરાપલ્લીના શ્રીરંગનાથસ્વામી મંદિરમાં દર્શન-પૂજન કર્યા. શ્રીરંગનાથસ્વામી મંદિર પોતાની સ્થાપત્ય કળા, ભવ્યતા અને પોતાના અસંખ્ય પ્રતિષ્ઠિત ગોપુરમ માટે પ્રસિદ્ધ છે. શ્રીરંગમ, ત્રિચી ખાતેનું શ્રી રંગનાથસ્વામી મંદિર દેશના સૌથી જૂના મંદિરોમાંનું એક છે.તે તેના સ્થાપત્ય અને ગોપુરમ માટે પ્રખ્યાત છે. મંદિરમાં શ્રીરંગનાથ સ્વામીની પૂજા થાય છે, જે ભગવાન વિષ્ણુનું સૂતેલી અવસ્થાનું રુપ છે. વૈષ્ણવ ધર્મગ્રંથોમાં આ મંદિરમાં પૂજાતી મૂર્તિ અને અયોધ્યા વચ્ચેના સંબંધનો પણ ઉલ્લેખ છે.
એવું મનાય છે કે ભગવાન વિષ્ણુ જ મૂર્તિની પૂજા શ્રીરામ અને તેમના પૂર્વજ કરતા હતા તે તેમણે લંકા લઈ જવા માટે વિભીષણને આપી હતી. રસ્તામાં જ આ મૂર્તિ શ્રીરંગમમાં સ્થાપિત કરી દેવાઈ હતી. મહાન દાર્શનિક અને સંતશ્રી રામાનુજાચાર્ય પણ આ મંદિરના ઈતિહાસ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત આ મંદિરમાં અનેક મહત્વપૂર્ણ સ્થાન છે. ઉદાહરણ માટે પ્રસિદ્ધ કંબાં રામાયણમને પહેલી વખત તમિલ કવિ કંબલે આ પરિસરમાં એક વિશેષ સ્થાન પર સાર્વજનિક રીતે રજૂ કર્યું હતું.
21 જાન્યુઆરીએ વડા પ્રધાન મોદી ધનુષકોડીમાં કોદંડારામસ્વામી મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. આ પછી તે ધનુષકોડી પાસે અરિચલ મુનાઈ પણ જશે, જ્યાં રામ સેતુનું નિર્માણ થયું હોવાનું કહેવાય છે. આ મંદિર શ્રી કોદંડારામ સ્વામીને સમર્પિત છે. કોદંડારામ નામનો અર્થ ધનુષધારી રામ છે. એવું કહેવાય છે કે અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો. કેટલાક દંતકથાઓ એવું પણ કહે છે કે આ તે સ્થાન છે જ્યાં શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો.