વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં “બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર”ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં હતા, જ્યાં તેમણે “બોઈંગ ઈન્ડિયા એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટર”ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લોકોએ જ્યારે મોદી-મોદીના નારા લગાવ્યા તો વડાપ્રધાન સિધ્ધારમૈયા સામે જોઈને લોકોની તરફ ઈશારો કરતા કહ્યું- “મુખ્યમંત્રીજી ઐસા હોતા રહેતા હૈ”. ત્યાર બાદ સિદ્ધારમૈયા પોતાના માથ પર હાથ રાખતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. જેમાં બોઈંગ ઈન્ડિયા એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજીનું નવું સેન્ટર પણ સામેલ છે. વડાપ્રધાને જણાવ્યું કે અમેરિકાની બહાર બોઈંગ કંપનીનો આ પ્રકારના સૌથી મોટું રોકાણ ભારતમાં થઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે આનાથી યુવાનોને એવિએશન સેક્ટરમાં કામ કરવાની નવી તક મળશે.
બોઈંગનું કેમ્પસ બનાવવામાં 1600 કરોડ રુપિયાનો ખર્ચ આવશે તેમજ 43 એકરમાં ફેલાયેલું હશે. બોઈંગનું નવું સેન્ટર કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટની પાસે બેંગલુરુના બહારના વિસ્તારમાં દેવનહલ્લીમાં બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને વધુ માહિતી આપતા કહ્યું કે- બોઈંગનું ટેક કેમ્પસ બેંગલુરુની આ છબીને મજબૂત કરશે. આ સુવિધા વૈશ્વિક વિમાનન માર્કેટને નવી તાકાત આપશે. ભારતીય આ સુવિધામાં ભવિષ્યમાં વિમાન ડિઝાઈન કરશે. આ કર્ણાટક માટે મોટો દિવસ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે- ગત વર્ષે એશિયાનું સૌથી મોટું હેલીકોપ્ટર ઉત્પાદન કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. કર્ણાટક વિમાનના કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહ્યું છે. તેનાથી યુવાનોને નવા સ્કીલ્સ શીખવામાં મદદ મળશે. દરેક ક્ષેત્રમાં મહિલાોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. મહિલાઓના નેતૃત્વમાં વિકાસનો સમય છે. બસ થોડા જ દિવસોમાં ચંદ્રયાન ત્યાં પહોંચી ગયું જ્યાં કોઈ દેશ નથી પહોંચી શક્યો. આ સફળતાએ વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપ્યું છે.
જ્યારે લોકોએ લગાવ્યા મોદી-મોદીના નારા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે- ભારત STEM શિક્ષણનું કેન્દ્ર છે. મારી વિદેશ યાત્રા દરમિયાન એક નેતાએ પૂછ્યું કે શું મહિલાઓ STEM નો અભ્યાસ કરે છે, તો મેં કહ્યું કે મહિલા વિદ્યાર્થીઓ પુરુષો કરતાં STEM નો વધુ અભ્યાસ કરે છે. આ દરમિયાન વડાપ્રધાન જ્યારે કહ્યું કે- ભારતમાં એક સ્થિર સરકાર છે તો સભામાં હાજર લોકોએ “મોદી-મોદી”ના નારા લગાડવવાનું શરુ કર્યું. જેના પર તેઓ સિદ્ધારમૈયા તરફ વળ્યા હસ્યા અને કહ્યું કે- “મુખ્યમંત્રીજી ઐસા હોતા રહેતા હૈ.” PM મોદીએ વધુમાં કહ્યું હતું કે નવા સેન્ટરથી રોજગારમાં વધારો થશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું- અમે એવિએશન પોલિસી પર સતત કામ કરી રહ્યાં છીએ. અમે વિમાન ભાડે પટ્ટે દેવાનું કામ કરી રહ્યાં છીએ. ગિફ્ટ સિટીથી વિમાનન ઉદ્યોગને મદદ મળશે. બોઈંગ અને અન્ય કંપનીઓ આ દેશની ગ્રોથથી જોડવાનો યોગ્ય સમય છે. 25 કરોડ લોકોને ગરીબીથી બહાર કાઢવામાં આવ્યા છે. તેઓ નવા મધ્યમ વર્ગનું નિર્માણ કરી રહ્યાં છે. દરેક વર્ગમાં આવક ઉપર તરફ વૃદ્ધિ કરી રહી છે.