કોંગ્રેસને આવી કૂચથી કોઈ ફાયદો થાવાનો નથી તેવા ભાજપના નિવેદન પર રાહુલનો વળતો પ્રહાર કહ્યું કે ગયા વર્ષની ‘ભારત જોડો યાત્રા’એ દેશની રાજકીય વાર્તા બદલી નાખી
ભાજપ અને આરએસએસ દેશમાં નફરત ફેલાવી રહ્યા છે અને એક સમુદાયને બીજા સમુદાય સામે લડાવી રહ્યા છે. તેમનું એકમાત્ર કામ જનતાના પૈસા લૂંટવાનું અને દેશનું શોષણ કરવાનું
વાયાનાડ સાંસદ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસામમાં હિમંતા બિસ્વા શર્માના નેતૃત્વવાળી ભાજપ સરકારે ભારતમાં સૌથી ભ્રષ્ટ ગણાવી હતી. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આસામમાં પ્રવેશ્યા પછી તરત જ, રાહુલ ગાંધીએ શાસક પક્ષ ભાજપ અને તેના વિચારધારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નફરત ફેલાવવાનો અને જાહેર ભંડોળ લૂંટવાનો આરોપ મૂક્યો.
શિવસાગર જિલ્લામાં હેલોવેટિંગમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કદાચ ભારતમાં સૌથી ભ્રષ્ટ સરકાર આસામમાં છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આસામના મુદ્દા ઉઠાવીશું.
રાહુલનો ભાજપ પર વળતો પ્રહાર
આવી કૂચથી કોંગ્રેસને કોઈ ફાયદો નહીં થાય તેવા ભાજપના નિવેદન પર વળતો પ્રહાર કરતાં રાહલ ગાંધીએ કહ્યું કે ગયા વર્ષની ‘ભારત જોડો યાત્રા’એ દેશની રાજકીય વાર્તા બદલી નાખી છે. તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસ નફરત ફેલાવી રહ્યા છે અને એક સમુદાયને બીજા સમુદાય સામે લડાવી રહ્યા છે. તેમનું એકમાત્ર કામ જનતાના પૈસા લૂંટવાનું અને દેશનું શોષણ કરવાનું કામ છે.
કોંગ્રેસનો અયોધ્યા ન જવાનો વિવાદઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો રાહુલ ગાંધીએ કર્યો ઈન્કાર
સુમારે મરિયાની શહેરમાં પહોંચ્યા અને તેમણે સેંકડો ગ્રામીણ મહિલાઓને નાકાચારી વિસ્તારમાં સરકાર-નિયંત્રિત કેન્દ્રમાં લાઇનમાં ઉભેલી જોઈ, રાહુલ ગાંધીજીના કાફલાને પસાર થતો જોઈને તમામ મહિલાઓ પોતાની લાઈનો છોડીને કોંગ્રેસના સાંસદને મળવા રસ્તા તરફ દોડી ગઈ હતી. બાદમાં, કોંગ્રેસ મહાસચિવ સંચાર પ્રભારી જયરામ રમેશે, જે યાત્રામાં રાહુલ ગાંધીની સાથે હતા, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કર્યો.
જયરામ રમેશે લખ્યું કે ભારત જોડો ન્યાય યાત્રાના પાંચમા દિવસે આસામના મુખ્યમંત્રી દ્વારા આયોજિત એક કાર્યક્રમ માટે મહિલાઓ મરિયાનીમાં એકઠી થઈ અને તેઓ રાહુલ ગાંધીને સરળતાથી અને ઉત્સાહથી મળ્યા. આસામ માટે ન્યાય શરૂ થયો છે!