ગર્ભગૃહમાં પૂજા શરુ; મોડી રાત્રે અચલ મૂર્તિને ગર્ભગૃહમાં બનેલા સિંહાસન પર સ્થાપિત કરવામાં આવી શકે છે
ભારે વજનના કારણે ભ્રમણનો નિર્ણય બદલાયો, 10 કિલો ચાંદીની મૂર્તિને પરિસરમાં ફેરવવામાં આવી
અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા થશે. 16 જાન્યુઆરીથી ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવી છે. આજે તેનો બીજો દિવસ છે. આજે 200 કિલો વજનની રામલલ્લાની નવી મૂર્તિનું પરિસરમાં ભ્રમણ કરાવવાનું હતું. પરંતુ ભારે વજનને કારણે નિર્ણય બદલવામાં આવ્યો. બપોરે વૈદિક આચાર્યોએ 10 કિલો ચાંદીની રામલલાની મૂર્તિને નવનિર્મિત મંદિર પરિસરમાં ભ્રમણ કરાવીને યજ્ઞમંડપમાં વિરાજિત કરી દીધી. મોડી રાત્રે અચલ મૂર્તિને ગર્ભગૃહમાં બનેલા સિંહાસન પર સ્થાપિત કરવામાં આવી શકે છે. આચાર્યોનું કહેવું છે કે હવે 18 જાન્યુઆરીએ જ મૂર્તિને તેના આસન પર વિરાજિત કરવામાં આવશે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે રામલલાની ચાંદીની મૂર્તિનું પરિસર ભ્રમણ કરાવાયું છે. રામ મંદિરમાં જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને જેણે સદૈવ સ્થાપિત કરવાની છે તે મૂર્તિ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. મૂર્તિને એક ટ્રકમાં પીળા કપડાંથી ઢાંકીને ભારે સુરક્ષા વ્યવસ્થા સાથે મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી. તે સમયે જયશ્રી રામના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મોટા પાયે સિક્યોરિટી ફોર્સ ત્યાં હાજર હતી. તો બીજી તરફ ગર્ભગૃહમાં પૂજન પણ શરુ થઈ ગયું છે. મુખ્ય યજમાન અનિલ મિશ્રા અને મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની સાથે તમામ આચાર્ય અને વિદ્વાન આ પ્રસંગે હાજર રહ્યાં. જ્યારે આ મૂર્તિ મંદિર કેમ્પસમાં લાવવામાં આવી તે સમયે મોટી સંખ્યામાં પોલીસ ટીમ હાજર હતી. પોલીસ ઉપરાંત સુરક્ષામાં લાગેલી અન્ય એજન્સીઓના જવાન પણ આધુનિક હથિયારોની સાથે હાજર રહ્યાં હતા.
અયોધ્યામાં રામલલાની મૂર્તિના અભિષેક માટે શરૂ થયેલી ધાર્મિક વિધિના બીજા દિવસે 17 જાન્યુઆરી ભગવાનની પ્રતિકાત્મક મૂર્તિને મંદિરની આસપાસ લેવામાં આવી હતી. પહેલા જણાવવામાં આવ્યું હતું કે રામલલાની અચલ મૂર્તિને રામજન્મભૂમિ પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે પરંતુ આ યાત્રા નીકળી ત્યાં સુધીમાં રામલલાની અચલ મૂર્તિ પરિસર સુધી પહોંચી ન હતી. રામલલાની મૂર્તિ મોટી અને ભારે હોવાથી તેની સાથે પરિક્રમા કરવી શક્ય ન હતી. તેથી બપોરે વૈદિક આચાર્યોએ ચાંદીની રામલલાની મૂર્તિને નવનિર્મિત મંદિર પરિસરમાં ભ્રમણ કરાવીને યજ્ઞમંડપમાં વિરાજિત કરી હતી. મોડી રાત્રે અચલ મૂર્તિને ગર્ભગૃહમાં બનેલા સિંહાસન પર સ્થાપિત કરવામાં આવી શકે છે. આચાર્યોનું કહેવું છે કે હવે 18 જાન્યુઆરીએ જ મૂર્તિને તેના આસન પર વિરાજિત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં કહ્યું કે, ‘પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે, પરંતુ દરેક ઘરમાં શ્રી રામના નામના દીવડાની જ્યોત પ્રગટશે. અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરોમાં સતત પૂજા અર્ચના કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપના કાર્યકરોને ખાસ અપીલ પણ કરી હતી.
બુધવારે પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો બીજો દિવસ રહ્યો. પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મહિલાઓએ જળ કળશ યાત્રા કાઢી. આ યાત્રામાં 500થી વધુ મહિલાઓ સામેલ રહી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આહ્વાન પર આખો સમાજ આ આયોજનમાં જોડાયો છે. શ્રીરામ નગરમાં અયોધ્યા મહાનગરની મહિલાઓએ સવારે સરયૂ કાંઠેથી યાત્રાનો શુભારંભ કર્યો. શ્રીરામના નામના ધજા-પતાક ફરકાવતા, માથા પર કળશમાં સરયૂનું પવિત્ર જળ લઈને મહિલાઓ રામ ધુન પર ઝુમતાં તેમજ જયશ્રી રામના જયઘોષ સાથે નીકળ્યાં હતા. પીળા વસ્ત્રમાં નીકળેલી મહિલાઓનું જૂથ જોઈને લાગી રહ્યું હતું જાણે અયોધ્યા ધામ પીતાંબરીના રંગે રંગાયું છે.
કળશ યાત્રા મેયર મહંત ગિરિશપતિ ત્રિપાઠીના સંયોજનમાં કાઢવામાં આવી. જેનું નેતૃત્વ મેયરના ધર્મપત્ની રામલક્ષ્મી ત્રિપાઠીએ કર્યું. મેયરે કહ્યું કે- અમારા આરાધ્ય પ્રભુ શ્રીરામ પોતાના નૂતન આવાસમાં પ્રવેશ કરી રહ્યાં છે. જેની ખુશી અમને સૌને છે. આ આયોજન અયોધ્યાની માતૃશક્તિનું છે. આ યાત્રા માતૃશક્તિઓનું પોતાના આરાધ્ય પોતાના લાલા પ્રત્યે પ્રેમ છે. યાત્રામાં નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકના ધર્મપત્ની નમ્રતા પાઠક, જિલ્લા પંચાયત અધ્યક્ષ રોલી સિંહ સહિત 500થી વધુ મહિલાઓ સામેલ રહી.
ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન રામની અસલી મુર્તિને 18 જાન્યુઆરીએ મંદિરમાં લાવવામાં આવી શકે છે. ભગવાન રામની બાળસ્વરુપ મૂર્તિને કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવાઈ છે. અરુણ યોગીનો પરિવાર ઘણી પેઢીઓથી દેવી-દેવતાઓની મુર્તિ બનાવી રહ્યો છે તેમણે કેદારનાથમાં લાગેલી શંકરાચાર્યની મૂર્તિ પણ બનાવી છે. રામલલાની મૂર્તિનું વજન 200 કિલો જેટલું છે અને તે 5 વર્ષના બાળક જેવી હશે. તેમણે કહ્યું કે મૂર્તિ ઘડતી વખતે અરુણ યોગી 15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત કરી નહોતી એટલા બધા એકાગ્ર થઈને મૂર્તિ બનાવી હતી. મૂર્તિની લંબાઈ 51 ઈંચ છે અને કાળા રંગની છે.
18 તારીખે 2 અધિવાસ થશે- જલાધિવાસ અને સુગંધાધિવાસ. ત્યારપછી 19 જાન્યુઆરીના રોજ ફળાધિવાસ અને ધાન્યાધિવાસ થશે. 20 જાન્યુઆરીના દિવસે સવારે પુષ્પ અને રતન તેમજ સાંજે ધૃતાધિવાસ થશે. 21 જાન્યુઆરીના રોજ શર્કરા, મિષ્ઠાન અને મધુ અધિવાસ થશે અને સાંજે ઔષધિ તેમજ શૈયા અધિવાસ થશે. ત્યારબાદ 22 જાન્યુઆરીના રોજ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ સમગ્ર અનુષ્ઠાનો કુલ 121 વિદ્વાન આચાર્યોના સાનિધ્યમાં કરવામાં આવશે.