અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યામાં રામ મંદિર આપણું રાષ્ટ્રીય મંદિર સાબિત થશે, રામ મંદિરને લઈને આટલી લાગણી હશે તેની કલ્પના નહોતી.’
દેશમાં સર્જાયેલું વાતાવરણ ખૂબ જ ધાર્મિક અને ખૂબ જ સકારાત્મક છે અને તે વિશ્વને ખૂબ જ સકારાત્મક લાગણી આપશે: સુનિલ લહેરી
દીપિકા ચીખલિયાએ અયોધ્યામાં જગત ગુરુની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા.
સમગ્ર દેશ જેની રાહ જોઈ રહ્યો છે તે ઐતિહાસિક દિવસ હવે બહુ દૂર નથી. દરેક ભારતીય ૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યો છે. રામ મંદિરના અભિષેક માટે અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. તેવામાં રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ, માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અને લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનિલ લહેરી અયોધ્યા પહોંચ્યા હતા. લાલ અને ગોલ્ડન સાડીમાં દિપીકા ચિખલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે તો અરુણ ગોવિલ અને સુનીલ લહેરી પીળા રંગના કુર્તો પહેરીને એમની સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. ત્રણેય સ્ટાર્સને જોવા માટે શ્રદ્ધાળુઓ અને ફેન્સની ભીડ એકઠી થઈ હતી.
22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેને લઈને આખો દેશ અને દેશવાસીઓ શ્રીરામના રંગે રંગાઈ ગયા છે. લોકો હર્ષોલ્લાસથી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ કરી રહ્યા છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે મોટા મોટા રાજકારણીઓ, સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેવામાં રામાનંદ સાગરની ટીવી સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ, સીતા માતાની ભૂમિકા કરનાર દિપીકા ચિખલિયા અને લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરી મંગળવારે અયોધ્યા પહોંચ્યા હતા. ત્રણેય ટીવી સ્ટારના અયોધ્યા આગમનના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. લાલ અને ગોલ્ડન સાડીમાં દિપીકા ચિખલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે તો અરુણ ગોવિલ અને સુનીલ લહેરી પીળા રંગના કુર્તો પહેરીને એમની સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. ત્રણેય સ્ટાર્સને જોવા માટે શ્રદ્ધાળુઓ અને ફેન્સની ભીડ એકઠી થઈ હતી. વીડિયોમાં કેટલાક ડાન્સર્સને આ ત્રણેયની આસપાસ ડાન્સ કરતાં પણ જોઈ શકાય છે.
રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ, માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અને લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનિલ લહેરી આજે પણ દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. ત્રણેય સ્ટાર્સને જ્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું ત્યારે રાજીપો વ્યક્ત કર્યો હતો. કહેવાઈ રહ્યું છે અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી હમારે રામ આયેંગે
આલ્બમના શૂટિંગમાં પણ ભાગ લીધો હતો. આ ગીત સોનુ નિગમે ગાયું છે. જેનું શૂટિંગ ગુપ્તર ઘાટ, હનુમાનગઢી અને લતા ચોક ખાતે થયું હતું. આ સિવાય ભગવાન રામ લાલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે તમામ કલાકારો અયોધ્યા પહોંચી ગયા છે.
અયોધ્યામાં એક કાર્યક્રમ દરમિયાન રામાયણ
ના અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનિલ લહેરીએ પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી. અરુણ ગોવિલે કહ્યું કે, ‘અયોધ્યામાં રામ મંદિર આપણું રાષ્ટ્રીય મંદિર સાબિત થશે. આખી દુનિયા એ સંસ્કૃતિ વિશે જાણશે જે સંસ્કૃતિ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં લુપ્ત થઈ ગઈ હતી. આ મંદિર ફરી એક સંદેશ આપશે. જે આપણી સંસ્કૃતિને મજબૂત બનાવશે. આ એક વારસો છે જે આખી દુનિયા જાણશે. આ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે, તે આપણું ગૌરવ બનશે, આપણી ઓળખ બનશે. ભગવાન રામનું મંદિર બનશે તેવી ધારણા હતી, પરંતુ અભિષેક આ રીતે થશે તે ધાર્યું ન હતું. આટલી લાગણી હશે, આટલી ઉર્જા હશે, આખો દેશ રામ-મય બની જશે તે ધાર્યું ન હતું. જ્યાં જ્યાં ભગવાન રામ છે ત્યાં આખો દેશ રામનું જ નામ લઈ રહ્યો છે. જે લોકો રામને માનતા હતા તેઓને ખ્યાલ ન હતો કે ત્યાં ખુશીનું વાતાવરણ છે. હું ખુશ છું કે હું આવી ક્ષણ લાઈવ જોઈશ.’
સુનિલ લહેરીએ કહ્યું કે, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી રહ્યો છું. હું ખૂબ જ નસીબદાર છું, મને તે જાણવાનો મોકો મળી રહ્યો છે જે હું જાણતો ન હતો. દેશમાં સર્જાયેલું વાતાવરણ ખૂબ જ ધાર્મિક અને ખૂબ જ સકારાત્મક છે અને તે વિશ્વને ખૂબ જ સકારાત્મક લાગણી આપશે.’ વધુમાં તેમણે કહ્યું કે ‘જે લોકો રામને નકારે છે તે અજ્ઞાની છે. તેઓ જાણતા નથી કે રામ શું છે. જ્યાં સુધી કોઈ રામાયણ નહીં વાંચે ત્યાં સુધી ભગવાન રામ વિશે કોઈ માહિતી નહીં મળે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. રામાયણ પણ આપણને શીખવે છે કે આપણે મર્યાદામાં રહેવું જોઈએ. આ ઉપદેશ રામને નકારનારાઓને ખબર નથી.
દીપિકા ચીખલિયાએ પણ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘અમારી જે છબી લોકોના દિલમાં વસી ગઈ છે. રામ મંદિરના નિર્માણ પછી પણ મને નથી લાગતું કે તેમાં કોઈ ફેરફાર થશે. રામ લાલાના જીવનને પવિત્ર કરવામાં આવી રહ્યું છે, લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે.’દીપિકા ચીખલિયાએ અયોધ્યામાં જગત ગુરુની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. તેનો વીડિયો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે.
રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ વર્ષ 1987માં આવી હતી અને કોવિડને કારણે ટીવી પર એનું ફરી એક વખત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ એને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો.