રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને આખા દેશમાં હલચલ છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 22 જાન્યુઆરીએ રાજ્યમાં સદ્ભાવના રેલી કાઢશે.
મમતા બેનર્જી 22 જાન્યુઆરીએ બંગાળમાં ‘સદભાવના રેલી’ કાઢશે, મંદિરો ઉપરાંત મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાની મુલાકાત લેશે.
કોંગ્રેસે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢી છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 22 જાન્યુઆરીએ કોલકાતામાં સદ્ભાવના રેલી કાઢવાના છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના અભિષેક પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આયોજન 22 જાન્યુઆરીએ જ કરવામાં આવી રહ્યું છે.
તૃર્ણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તે કાલીઘાટ મંદિરમાં દેવી કાલીની પૂજા કર્યા બાદ દક્ષિણ કોલકાતાના હાઝરા ક્રોસિંગથી ‘સદભાવ રેલી’ શરૂ કરશે.
22 જાન્યુઆરીએ સદ્ભાવના રેલી કાઢશે મમતા બેનર્જી
પત્રકારો સાથે વાતચીત દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે 22 જાન્યુઆરીએ હું કાલીઘાટ મંદિર જઈશ અને ત્યાં પૂજા કરીશ. જે બાદ હું તમામ ધર્મના લોકો સાથે સદ્ભાવના રેલીમાં ભાગ લઈશ. રાજ્ય સરકારના સચિવાલયે કહ્યું કે આ કાર્યક્રમને અન્ય કોઈપણ કાર્યક્રમો સાથે કોઈ લેવાદેવા નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્ટી કાર્યકર્તાઓને રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલીઓનું આયોજન કરવા કહ્યું છે.
રામ મંદિરના અભિષેક મમતાએ શું કહ્યું
રામ મંદિરના અભિષેક પર બોલતા મમતા બેનર્જીએ કહ્યું કે આ પુજારીઓનું કામ છે, રાજકારણીઓનું નહીં. અમારું કામ રાજ્યને પાયાની સુવિધાઓ સાથે મજબૂત કરવાનું છે.
રાહુલની નાગાલેન્ડમાં ભારત જોડો ન્યાય યાત્રા
ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેલ નેતા રાહુલ ગાંધીની આ યાત્રા મંગળવારે સવારે નાગાલેન્ડની રાજધાની કોહિમાના વિશ્વેમા વિસ્તારમાંથી શરૂ થઈ હતી. સવારે રાહુલ ગાંધી સ્થાનિક લોકોને મળ્યા અને બાદમાં કોહિમાથી તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો.
રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં કહ્યું, ‘ગયા વર્ષે અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી અને દેશના લોકોને, વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ધર્મો અને અલગ-અલગ ભાષાકીય જૂથોને સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અમને પણ પૂર્વથી પશ્ચિમ તરફ જવાનો વિચાર આવ્યો.