રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ 24 ફેબ્રુઆરીથી મોરારીબાપુ આયોધ્યામાં રામ કથા કરશે

moraribapu-ramkatha

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જે કંઈ થઈ રહ્યું છે, તે શાસ્ત્રો પ્રમાણે જ થઈ રહ્યું છે.
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની વેબસાઈટ મુજબ, મોરારીબાપુએ રામ મંદિર માટે રૂ. 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે

‘મેરી ચૌખટ પે ચલકર આજ, ચારો ધામ આયે હૈ, બજાઓ ઢોલ સ્વાગત મેં મેરે ઘર રામ આયે હૈ..’-

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સામરોહ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાનાર છે. એક તરફ દેશમાં આને લઈને ઉત્સાહનો માહોલ છે તો બીજી તરફ રાજનીતિ પણ ચાલી રહી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશનો ઉત્સાહ ચરમ પર છે. સમગ્ર દેશમાં અત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સામરોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહમાં સામેલ થવા સમગ્ર દેશમાં અનેક લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એવામાં રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી જાણીતા કથાકાર મોરારી બાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાના કેન્દ્રમાં છે. આ પૂરતું છે. રામ પ્રાપ્ય છે. કોઈ સંસાધનો નથી એ આ યાદ રાખવું જોઈએ. આ અંગે મોરારી બાપુએ જણાવ્યું કે, મને રામજન્મભૂમિ ટ્રસ્ટના ચંપતરાયજીએ મને આમંત્રણ આપ્યું છે. હું રામ મંદિરના અભિષેક સમારોહમાં જઈ રહ્યો હોવાથી ખૂબ જ અભિભૂત છું. પ્રાણ પ્રતિષ્ઠા પછી હું આગામી 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામકથા કરીશ.

આજે ભારતનું નામ સમગ્ર દુનિયામાં ગુંજી રહ્યું છે, જેમાં આપણા દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન છે. મારા એક કૉલ પર 18.60 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. જ્યારે મેં ખુદ 11 કરોડ રૂપિયા દાન આપ્યું છે. આ સિવાય રામકથા સમયે બીજું દાન કરીશ. વધુમાં તેમણે કહ્યું કે, મેં મારા આખા જીવનમાં આટલી મોટી ઘટના ક્યારેય નથી જોઈ જેટલી હું રામ મંદિરના અભિષેક સમારોહમાં જોઈ રહ્યો છું. હું અભિભૂત છું. આ કળિયુગમાં ત્રેતાયુગની શરૂઆત છે. આ રામ રાજ્યનું શુકન છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર ઉઠી રહેલા પ્રશ્નનો જવાબ આપતાં મોરારી બાપુએ જણાવ્યું કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જે કંઈ થઈ રહ્યું છે, તે શાસ્ત્રો પ્રમાણે જ થઈ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના સમયને લઈને તેમણે કહ્યું કે, મેં મીડિયા દ્વારા જે પણ જાણ્યું છે અને વાંચ્યું છે, તે વિદ્વાનો અને શાસ્ત્રોને પૂછીને મને આ શુભ મુહૂર્ત મળ્યો છે. મને લાગે છે કે વિદ્વાનોએ વિચાર્યા પછી જ આ શુભ સમય આપ્યો હશે.

શંકરાચાર્યના અયોધ્યા ન જવા અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું, “તેમના મનમાં શું છે તે તેઓ જાણે…. આ શુભ અવસર પર તમામ ગુરુજનો અને મહાનુભાવોના આશીર્વાદ લેવા જોઈએ. તે આવે કે ન આવે, કમ સે કમ આશીર્વાદ તો હોવા જોઈએ. ચાલ્યા વિના પણ આશીર્વાદ મળી શકે છે. તે હૃદયની બાબતો છે. જે આવવા ના માંગતા હોય, તેમણે શુભેચ્છાઓ આપવી જોઈએ.” રામ પાસેથી રાજનીતિની પ્રેરણા લેવી જોઇએ.

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની વેબસાઈટ મુજબ, મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા સહિત વિદેશમાં વસતા તેમના અનુયાયીઓ તરફથી પણ લગભગ 8 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.