કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ ગણાવ્યો
સોનિયા ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન અને અધીર રંજન ચૌધરી આ કાર્યક્રમમાં સામેલ થશે નહીં
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ હસ્તીઓ ભાગ લેશે. આ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશમાં અનેક લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જે અંતર્ગત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેનો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અસ્વીકાર કર્યો છે.
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની હાજરી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, અધ્યક્ષ મલ્લિકાર્જુન અને અધીર રંજન ચૌધરી આ કાર્યક્રમમાં સામેલ થશે નહીં. આ બધા નેતાઓને રામ મંદિર ટ્રસ્ટ તરફથી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાર્ટી તરફથી આ મામલે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈ કોંગ્રેસી નેતા અયોધ્યા જશે નહીં. કોંગ્રેસે કહ્યું છે કે આ આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ છે. 22 જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈ પણ કોંગ્રેસી નેતાઓ અયોધ્યા જશે નહીં અને કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. આ સાથે લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન પણ ભાગ લેશે નહીં. કોંગ્રેસે ભાજપ પર રામ મંદિરનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ગયા મહિને, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને તેમાં હાજરી આપવા માટે આમંત્રણ મળ્યું હતું. કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આપણા દેશમાં ભગવાન રામની લાખો લોકો પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે, પરંતુ RSS અને BJPએ મંદિરને લાંબા સમયથી રાજકીય પ્રોજેક્ટ બનાવી રાખ્યું છે. મંદિરનું ઉદ્ઘાટન ભાજપ અને RSSના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સ્પષ્ટપણે ચૂંટણીલક્ષી લાભ માટે આગળ લાવવામાં આવ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદા બાદ અને ભગવાન રામનું સન્માન કરનારા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ આરએસએસ/ભાજપના કાર્યક્રમના નિમંત્રણને સન્માનપૂર્વક અસ્વીકાર કરી દીધો છે.
નોંધનીય છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ થવાનો છે અને આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ હસ્તીઓ ભાગ લેશે.