સાત્વિક-ચિરાગને ખેલ રત્ન,મોહમ્મદ શમી સહિત 25 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત

Mohammad-shami-arjun-award

મોહમ્મદ શમી અને શીતલ દેવી જેવા ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા

ચિરાગ મલેશિયા અને સાત્વિક ઓપનમાં ભાગ લેવા માટે દેશની બહાર ગયા છે. જેના કારણે બંને ખેલાડીઓ સન્માન સમારોહમાં હાજર રહ્યા ન હતા.

ભારતીય ખેલાડીઓને વર્ષ 2023માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વખતે કુલ 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડિયો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આ ઉપરાંત, દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપનારા ઘણા કોચ અને સંસ્થાઓને આજે રાષ્ટ્રપતિ ભવનમાં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર સાત્વિકસાઈ રાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી તેમના પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે સન્માન સમારોહમાં હાજર રહ્યા ન હતા. બંને ખેલાડીઓ મલેશિયા ઓપનમાં ભાગ લઈ રહ્યા છે.

શમી વર્લ્ડકપ ટીમના હીરો

વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર આ ભારતીય બોલરની સાથે તેની માતા પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી હતી. જ્યારે શમી એવોર્ડ મેળવી રહ્યો હતો, ત્યારે માતા આ ગર્વની ક્ષણ દરમિયાન તેના પુત્ર તરફ જોતી જોવા મળી હતી.

મંગળવારે શમીને એવોર્ડ મળતાની સાથે જ પરિવારના સભ્યો ખુશીથી ઉમટી પડ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. મોહમ્મદ શમીના ચાહકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. ફોલોઅર્સે તેને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર અભિનંદન આપવાનું શરૂ કર્યું.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ 2023માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. 33 વર્ષનો અનુભવી ઝડપી બોલર શમી હાલ પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે.

મોહમ્મદ શમીએ ભારત માટે અત્યાર સુધી 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ લીધી છે. તેણે 101 ODI મેચોમાં 195 વિકેટ અને 23 T20 મેચોમાં 24 વિકેટ ઝડપી છે. શમી આઈપીએલમાં ઘણી ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે 110 મેચ રમી છે. આ દરમિયાન શમીએ 127 વિકેટ ઝડપી છે.

પિતા અને ભાઈ બંને ક્રિકેટ રમતા

ઉત્તર પ્રદેશના અમરોહાના વતની, શમીના પિતા અને મોટા ભાઈ ક્રિકેટ રમતા હતા. બંને ફાસ્ટ બોલર હતા. અહીંથી જ શમીનો બોલિંગ પ્રત્યેનો પ્રેમ વધ્યો. શમીએ પોતાની સ્કૂલમાં બેટિંગ અને વિકેટકીપિંગ કર્યું છે. જોકે, ઝડપી બોલિંગ હંમેશા તેની પ્રથમ પ્રાથમિકતા રહી છે. તેણે મોટા ભાઈને જોઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. શમીના ઘરથી સ્ટેડિયમ 30 કિલોમીટર દૂર હતું. તે બસ દ્વારા સ્ટેડિયમ જતો હતો.

શમી સહિચ અન્ય 25 ખેલાડીઓને પણ અર્જુન એવોર્ડથી સન્માનિત

ક્રિકેટ: મોહમ્મદ શમી

બ્લાઇન્ડ ક્રિકેટ: અજય રેડ્ડી

તીરંદાજી: ઓજસ પ્રવીણ દેવતલે, અદિતિ ગોપીચંદ સ્વામી

પેરા તીરંદાજી: શીતલ દેવી

એથ્લેટિક્સ: પારુલ ચૌધરી અને મુરલી શ્રીશંકર

બોક્સિંગ: મોહમ્મદ હુસામુદ્દીન

ચેસ: આર વૈશાલી

ઘોડેસવારી: દિવ્યકૃતિ સિંહ અને અનુષ અગ્રવાલ

ગોલ્ફ: દિક્ષા ડાગર

હોકી: કૃષ્ણ બહાદુર પાઠક અને સુશીલા ચાનુ

લૉન બૉલ: પિંકી

શૂટિંગઃ ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર અને ઈશા સિંહ

કુસ્તી: અંતિમ પંખાલ અને સુનીલ કુમાર

ટેબલ ટેનિસ: આયિકા મુખર્જી

વુશુ: નાઓરેમ રોશિબિના દેવી

કબડ્ડી: પવન કુમાર અને રિતુ નેગી

ખોખો: નસરીન

સ્ક્વોશ: હરિન્દર પાલ સિંહ સંધુ

પેરા કેનોઇંગ: પ્રાચી યાદવ

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ

બેડમિન્ટન: સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી