બાંગ્લાદેશ ચૂંટણીમાં ઐતિહાસિક જીત પર વડાપ્રધાન મોદીએ શેખ હસીનાને આપ્યાં અભિનંદન

modi-haseena

શેખ હસીનાની પાર્ટી આવામી લીગે 299 બેઠકોમાંથી 223 બેઠકો પર જીતીને પ્રચંડ બહુમતી મેળવી
ચૂંટણીમાં શાનદાર જીત બાદ શેખ હસીના પાંચમી વખત બાંગ્લાદેશનાં વડાપ્રધાન બનવા તૈયાર

બાંગ્લાદેશની કુલ 300 સીટવાળી સંસદમાંથી 229 બેઠક માટે ચૂંટણી થઈ હતી જેમાં 229 બેઠકો માંથી 223 બેઠકો શેખ હસીનાની પાર્ટી આવામી લીગે જીતીને પ્રચંડ બહુમતી મેળવી છે. 7 જાન્યુઆરી, રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત બાદ શેખ હસીના પાંચમી વખત દેશનાં વડાપ્રધાન બનવા માટે તૈયાર છે. ચૂંટણીમાં ઐતિહાસિક જીત પર વડાપ્રધાન મોદીએ સોમવારે શેખ હસીના સાથે ફોન પર વાતચીત કરી અને તેમણે ચૂંટણી જીતના અભિનંદન આપ્યા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે- વડાંપ્રધાન શેખ હસીના સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીમાં સતત ચોથી વખત ઐતિહાસિક જીત પર તેમણે અભિનંદન આપ્યાં. હું બાંગ્લાદેશના લોકોને પણ સફળ ચૂંટણી માટે ધન્યવાદ આપું છું. અમે બાંગ્લાદેશની સાથે પોતાની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

ગોપાલગંજ-3 બેઠક પરથી, તેમણે બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના ઉમેદવાર એમ નિઝામુદ્દીન લશ્કરને 2.49 લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે. હસીનાને 2 લાખ 49 હજાર 965 વોટ મળ્યા જ્યારે નિઝામુદ્દીનને માત્ર 469 વોટ મળ્યા. હસીનાએ 1986માં પહેલીવાર ચૂંટણી જીતી હતી. શેખ હસીના બાંગ્લાદેશના જનક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની પુત્રી છે. હસીનાએ 1986માં પહેલીવાર ચૂંટણી જીતી હતી.

બાંગ્લાદેશ ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે ચૂંટણીમાં 40% મતદાન થયું હતું. આ આંકડો બદલાઈ શકે છે. 2018ની ચૂંટણીમાં 80% મતદાન થયું હતું. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સહિત દેશના વિરોધ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

શેખ હસીનાએ બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચૂંટણીમાં પોતાની પાર્ટી આવામી લીગની ઐતિહાસિક જીત બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ભારતને સાચો મિત્ર ગણાવ્યો. તેમણે કહ્યું- ભારત બાંગ્લાદેશનો ઘણો જ સારો અને સાચો મિત્ર છે. તેમણે 1971 અને 1975માં આપણું સમર્થન કર્યું. અમે ભારતને અમારા પડોસી માનીએ છીએ. હું હકિકતમાં તે વાતની પ્રશંસા કરું છું કે ભારતની સાથે અમારો અદ્ભુત સંબંધ છે. તેમણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને ભવિષ્યમાં વધુ ઉંચાઈએ પહોંચાડવાના પોતાના સંકલ્પને ફરી જણાવ્યો. શેખ હસીનાએ 2041 સુધી બાંગ્લાદેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પોતાના વિઝનને પણ મીડિયા સમક્ષ રાખ્યો.

શેખ હસીનાએ કહ્યું કે- તેઓ પોતાના લોકો માટે કામ કરવાનો પ્રયાસ કરે છે. માતૃ સ્નેહની સાથે, પોતોના લોકોની સંભાળ રાખે છે. તેમણે સતત ચોથી વખત પોતાની જીત પર બાંગ્લાદેશની જનતાનો આભાર માનતા કહ્યું- આપણાં લોકોએ મને આ તક આપી છે. વારંવાર તેમણે મને વોટ આપ્યો અને આ જ કારણ છે કે હું આજે અહીં છું. હું માત્ર એક સામાન્ય વ્યક્તિ છું, પરંતુ હું હંમેશા આપણાં લોકો પ્રત્યે પોતાની જવાબદારી અનુભવું છું. મને લાગે છે કે આ પોતાના લોકોની સેવા કરવા અને તેમના માટે યોગ્ય જીવન સુનિશ્ચિત કરવાની તક છે.

બાંગ્લાદેશની 300 સીટવાળી સંસદમાં કુલ 229 સીટ માટે ચૂંટણી થઈ હતી. હસીનાની પાર્ટી આવામી લીગે 223 સીટ જીતીને પ્રચંડ બહુમતી મેળવી છે. એક સીટ પર ઉમેદવારના મોતના કારણે ચૂંટણી ન થઈ. તે સીટ પર બાદમાં પેટાચૂંટણી થશે. પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નેતૃત્વવાળા મુખ્ય વિપક્ષી દળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેમના સહયોગીઓએ સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો. પોતાની પીસીમાં વિપક્ષ પર કટાક્ષ કરતા હસીનાએ કહ્યું- જે લોકો આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખે છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં લાગેલા છે, તેઓ ચૂંટણીથી ડરે છે. તેઓ ચૂંટણી લડવાથી બચે છે. આ રીતે તેઓ મારી નહીં પરંતુ બાંગ્લાદેશની જનતાની જીતમાં યોગદાન આપે છે. મને ખુશી છે કે અમે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરી શક્યા.