અમેરિકાની કોર્ટમાં જજે આરોપીને સજા સંભળાવી, તો આરોપીએ જજ પર કુદીને કર્યો હુમલો, જુઓ વીડિયો

અમેરિકાનાં લાસ વેગાસમાં આજે જીવંત સુનાવણી દરમિયાન ન્યાયાધીશે એક વ્યક્તિને ગુના માટે સજા સંભળાવી ત્યારે આરોપીએ જજ પર કુદીને હુમલો કર્યો હતો

અમેરિકાનાં લાસ વેગાસમાં આજે એક અજીબોગરીબ ઘટના ઘટી છે. જેનો વીડિયો પણ સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ચાલુ કોર્ટમાં પ્રોબેશન નકારવામાં આવેલ એક વ્યક્તિએ ન્યાયાધીશ પર હુમલો કરી દીધો હતો.

જાણવા મળેલ છે તે મુજબ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમ્યાન મહિલા જજ મેરી કે હોલ્થસ દ્વારા આરોપી 30 વર્ષીય દેવબ્રા રેડડેનને સજા સંભળાવવામાં આવી હતી. સજા સંભળાવતા જ આરોપીએ કોર્ટરુમમાં જ જજ પર હુમલો કરી દીધો હતો. આરોપી ઝડપથી મહિલા જજ પર કુદી પડ્યો હતો. આ હુમલામાં જજને ઈજા પણ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ જજને તેને જેલમાં ન મોકલવા કહ્યું હતું, તેણે કહ્યું હતું કે તે બળવાખોર નથી. તે હંમેશા યોગ્ય વસ્તુ કરવાનો પ્રયાસ કરે છે, પછી ભલે તે પરિસ્થિતિ ગમે તે હોય. જોકે, જજ મેરી કે હોલ્થસે કહ્યું કે તેમના મતે આરોપીને જેલમાં જવું જોઈએ. આવી સ્થિતિમાં, જ્યારે તેને હાથકડી લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે જજ પર ગાળો બોલતા હુમલો કર્યો.

હુમલા બાદ આરોપી દેવબ્રા ડેલોન રેડેન (30)ની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. અગાઉ પણ આરોપી પર બેઝબોલના બેટથી એક વ્યક્તિ પર હુમલો કરવાનો આરોપ હતો.

વિડિયોમાં કેપ્ચર કરાયેલા એક દ્રશ્યમાં, 30 વર્ષીય દેઓબ્રા રેડ્ડન, જજ મેરી કે હોલ્થસ પર કોર્ટરૂમની બેંચ પર કૂદી પડ્યો હતો કારણ કે તેને સજા સંભળાવવામાં આવી રહી હતી, તેમ કોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું. ન્યાયાધીશ તેની ખુરશી સાથે નીચે પડી ગયા અને તેને ઈજા થઈ. એટલું જ નહીં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ જજ પર મુઠ્ઠીથી હુમલો પણ કર્યો.

પ્રોબેશન નકારવામાં આવેલ એક વ્યક્તિએ બુધવારે નેવાડા કોર્ટરૂમમાં એક હિંસક એપિસોડમાં તેની સજા દરમિયાન જજ પર હુમલો કર્યો હતો જે વિડિયોમાં કેપ્ચર કરવામાં આવ્યો હતો. હુમલા બાદ કોર્ટરૂમમાં નાસભાગ મચી ગઈ હતી.

આઠમી જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લાસ વેગાસની કોર્ટમાં બુધવારે સવારે 30 વર્ષીય વ્યક્તિ દેઓબ્રા રેડ્ડન સુનાવણી માટે ગયો હતો. જ્યા તેને સજા સભળાવવામાં આવી હતી.

રેડડેન ન્યાયાધીશ મેરી કે હોલ્થસ પર કોર્ટરૂમની બેન્ચ પર કૂદકો મારતા જોવા મળે છે, અને બેંચની પાછળના ધ્વજને જમીન પર પડતાં જોવા મળે છે. હુમલા બાદ ત્રણ સુરક્ષાકર્મીઓ રેડ્ડનને વશ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે અને તેને વારંવાર મુક્કો મારતા જોવા મળે છે. આ હુમલામાં 62 વર્ષીય ન્યાયાધીશ હોલ્થસ તેમજ એક કોર્ટ માર્શલ પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું માનવામાં આવે છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.