આ વખતનો ફિલ્મફેર એવોર્ડ સમારોહ ગાંધીનગરનાં ગિફ્ટ સિટીમાં યોજાય તેવી શક્યતા

filmfare-award

જો આમ થશે તો હિન્દી ફિલ્મ જગતના સૌથી મોટો કહી શકાય તેવો ફિલ્મફેર એવોર્ડ પહેલીવાર ગુજરાતની ધરતી પર, ગિફ્ટ સિટીમાં યોજાશે
28 જાન્યુઆરીએ ગાંધીનગરમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ, અગાઉ મહાત્મા મંદિરમાં એવોર્ડ ફંક્શન યોજાવાનો હતો

હિન્દી ફિલ્મ જગતના સૌથી મોટો કહી શકાય તેવો ફિલ્મફેર એવોર્ડ પહેલીવાર ગુજરાતની ધરતી પર યોજાવવા જઇ રહ્યો છે. 69માં ફિલ્મફેર એવાર્ડના આયોજનની તૈયારીઓ શરૂ થઈ રહી છે. આ વખતે 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 28 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાશે.

તાજેતરમાં જ ગુજરાત સહિત દેશભરતમાં ગાંધીનગરની ગિફ્ટ સિટી ચર્ચામાં છે, ગિફ્ટી સિટીમાં ગુજરાત સરકારે કેટલાક નિયમોને આધિન દારૂબંધીમાંથી છૂટછાટ આપી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં છૂટછાટ અપાયા બાદ આ મુદ્દો ખુબ ચર્ચામાં આવ્યો છે, પરંતુ હવે ફરી એકવાર ગિફ્ટ સિટી ચર્ચામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, આગામી દિવસોમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ યોજાઇ શકે છે. આ માટે આજે મળનારી ગુજરાત ટૂરિઝમની બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આ સૌથી મોટા એવોર્ડ ફંક્શનનું આયોજન થઈ શકે તેવી માહિતી સામે આવી રહી છે. નોંધનીય છેકે, એવોર્ડ સમારોહનું ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમ દ્વારા સંયુક્ત રીતે એવોર્ડ સમારોહની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2023ની શરૂઆતમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ અને વર્લ્ડવાઈડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડએ એવોર્ડ સમારોહ માટે સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આજે ગુજરાત સરકારની ગુજરાત ટૂરિઝમની બેઠક મળવાની છે, કહેવાઇ રહ્યું છે કે, આજની બેઠકમાં ગિફ્ટ સિટીમાં નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાઇ શકે છે.

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં આગામી દિવસોમાં વિકાસના કાર્યો પુરજોશમાં શરૂ થઇ શકે છે. હાલમાં જ સમાચાર છે કે, આજે ગુજરાત સરકારની ગુજરાત ટૂરિઝમની બેઠક મળવાની છે, આ બેઠકમાં એક મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે, કહેવાઇ રહ્યું છે કે, આજની બેઠકમાં ગિફ્ટ સિટીમાં નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાઇ શકે છે. જો આમ થશે તો હિન્દી ફિલ્મ જગતના સૌથી મોટો કહી શકાય તેવો ફિલ્મફેર એવોર્ડ પહેલીવાર ગુજરાતની ધરતી પર, ગિફ્ટ સિટીમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, આગામી ૨૮મી જાન્યુઆરીએ ફિલ્મફેર એવોર્ડ યોજવા પૂરજોશમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યુ છે, કરોડોનો ખર્ચે ગિફ્ટ સિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

અગાઉ આ એવોર્ડ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. જ્યાં હવે 69 માં ફિલ્મફેર એવોર્ડ ફંક્શનનું ગાંધીનગર ગિફ્ટી સિટીમાં આયોજન થઇ શકે છે. ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્ડા, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે. આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે. કરોડોનો ખર્ચે ફિલ્મ ફેર એવોર્ડ યોજાનાર છે ત્યારે બોલિવુડના સિતારાઓનુ ધ્યાનાર્ષક કરવા અને માર્કેટિંગ કરવાના ઇરાદે ગિફટ સિટીમાં એવોર્ડ સમારોહ યોજવામાં આવશે.