પીએમ મોદીએ તેમના સત્તાવાર નિવાસસ્થાનની માર્ગદર્શિત મુલાકાત લેતા બાળકોની વિડિઓ પોસ્ટ શેર કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસમસ પર તેમના સત્તાવાર નિવાસસ્થાન પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ઉત્સવના પ્રસંગે પ્રદર્શન કરનારા ગાયકવૃંદના ભાગરૂપે ઘણા બાળકોએ હાજરી આપી હતી. જેને સુવર્ણ અને અનોખી તક કહી શકાય, યુવા મુલાકાતીઓએ માત્ર પીએમ મોદીને જ નહીં પરંતુ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનનો વિશિષ્ટ પ્રવાસ પણ કરાવ્યો હતો. પીએમ મોદીએ બુધવારે તેમના સત્તાવાર નિવાસસ્થાનની માર્ગદર્શિત મુલાકાત લેતા બાળકોની વીડિયો પોસ્ટ શેર કરી.
PM ઓફિસની બાળકોએ લીધી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસમસ ડેના પ્રસંગે કેટલાક સ્કૂલના બાળકોને પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા. બાળકો ઉત્સાહ સાથે ત્યા પહોંચ્યા હતા અને પીએમ આવાસ અને ઓફિસના ભવ્ય નજારા જોવા મળ્યા હતા. પીએમ આવાસનું આર્કિટેક્ચર અને સુંદરતા જોઇને બાળકો ચોકી ગયા હતા. વીડિયોમાં બાળકો ખુશ જોવા મળતા હતા અને એમ લાગી રહ્યું છે કે તેમણે પોતાની આંખો પર વિશ્વાસ નથી થઇ રહ્યો.
વીડિયોમાં બીજુ શું છે?
વડાપ્રધાને જે વીડિયો શેર કર્યો છે તેની શરૂઆતમાં વિદ્યાર્થીઓને ક્રિસમસ અને નવા વર્ષની શુભકામનાઓ ગાતા સાંભળી શકાય છે. આ દરમિયાન વડાપ્રધાન ઇસાઇ સમાજના સભ્યો સાથે વાતચીત કરી રહ્યાં છે, તેમણે કેટલાક બાળકો સાથે વાત કરી હતી અને પૂછ્યુ કે શું તમે વડાપ્રધાનનું ઘર જોયું છે? બાળકોએ તેના જવાબમાં ના કહ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે મારી ટીમ તમને અહીં ફરવા માટે લઇ જશે.
વડાપ્રધાન મોદીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. શેર કરવામા આવેલા આ વીડિયોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ PMની ઓફિસને જીજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓને તેમના નિવાસસ્થાનના જુદી જુદી જગ્યાઓની ટૂર કરાવવામાં આવી, આ ઉપરાંત કૉન્ફરન્સ રુમ અને મીટિંગ હૉલની પણ મુલાકાત કરાવી જ્યાં વડાપ્રધાન મોદી કેન્દ્રીય મંત્રીઓની સાથે બેઠક કરે છે.
PM મોદીએ પોસ્ટ થકી તે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને ઓફિસ પસંદ આવી. પીએમના કહેવા પ્રમાણે, બાળકોની નજરમાં આ ઓફિસ ટેસ્ટ હતો. તેમણે લખ્યું- 7 લોક કલ્યાણ માર્ગમાં યુવાનોની યાત્રાનો શાનદાર અનુભવ મળ્યો. પીએમ મોદીએ કહ્યુ કે એવું લાગે છે કે મારી ઓફિસ છેલ્લી પરીક્ષામાં પાસ થઈ ગઈ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વિદ્યાર્થીએ કહ્યું-‘આ એક શાનદાર તક હતી. હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ અમને આવી ઘણી તકો મળતી રહેશે. બાળકોએ PM સાથે વાતચીત દરમિયાન ક્રિસમસ અને નવા વર્ષના ગીતો ગણગણતા સાંભળવા મળ્યા.
વડાપ્રધાનના કાફલાથી લઈને તેમની સુરક્ષા અને ઓફિસને લઈને હંમેશા લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળે છે. લોકો વડાપ્રધાનની દિનચર્યા અને તેમના કામ કરવાની પદ્ધતિને જાણવા માગે છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ વાતોને સાર્વજનિક કરવામાં નથી આવતી. જો કે હવે PM મોદીએ પોતે જ પોતાની કામ કરવાની જગ્યા એટલે કે 7 લોક કલ્યાણ માર્ગ પરની ઓફિસની ઝલક દેખાડી છે.
વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો તલપાપડ થતા હોય છે. PM પણ જનતા સાથે સમય પસાર કરવાનું ચુકતા નથી. તેવામાં PM નરેદ્ર મોદીએ સ્કૂલની વિદ્યાર્થીઓને તેમની ઓફિસની ટૂર કરાવીને આનંદીત કરી દીધા હતા.