અયોધ્યા જંક્શન હવેથી ‘અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે, 30 ડિસેમ્બરનાં રોજ PM મોદી ઉદ્ઘાટન કરશે

ayodhyadham

યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલાં નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

30 ડિસેમ્બરનાં રોજ PM મોદી ઉદ્ઘાટન કરશે અયોધ્યા જંક્શન હવે અયોધ્યા ધામ જંક્શન તરીકે ઓળખાશે. રેલવેએ સ્ટેશનનું નામ બદલવા માટે બુધવારે આદેશ જાહેર કર્યા. હવે અયોધ્યા જંક્શન અયોધ્યા ધામ જંક્શનના નામથી ઓળખાશે. અયોધ્યા જંક્શનનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલાં નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘોષણાથી રામ ભક્તો ઘણાં ખુશ જોવા મળી રહ્યાં છે.

રેલ્વે વિભાગની તરફથી આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે. ભાજપ સાંસદ લલ્લૂ સિંહે સોશિયલ મીડિયા પર આ અંગે એક ટ્વિટ પણ કર્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ લલ્લૂ સિંહે વડાપ્રધાન મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો છે. મહત્વનું છે કે, 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશનની નવી બિલ્ડિંગનું ઉદ્ધાટન કરશે.

22 જાન્યુઆરીનાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો રામ નગરી અયોધ્યામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને અહીં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેલ થશે.

1 જાન્યુઆરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે રેલવે સ્ટેશન
અયોધ્યા ધામ રેલવે સ્ટેશન બનીને તૈયાર છે અને 1 જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવીને રવાના કરશે. આ સિવાય, શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે.

સૌથી પહેલા પીએમ મોદીનું પ્લેન એરપોર્ટ પર કરશે લેન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 30 ડિસેમ્બર 2023ના રોજ પહોંચશે. જે બાદ પીએમ મોદીના હસ્તે એરપોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવશે. અગાઉ અયોધ્યા એરપોર્ટની જગ્યાએ માત્ર એક નાની એરસ્ટ્રીપ હતી. તેને એરપોર્ટમાં ફેરવી દેવામાં આવ્યું છે. હવે પીએમ મોદીનું બોઈંગ 737 NG આ એરપોર્ટ પર લેન્ડ થનારા પ્રથમ વિમાન હશે.

ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરાયું રેલવે સ્ટેશન
મહત્વનું છે કે, અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન હવે ‘અયોધ્યા ધામ’થી ઓળખાશે.અયોધ્યા રેલ્વે સ્ટેશનને ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં પ્રવેશ્યાનો અનુભવ થશે. અહીંથી રામ મંદિર આશરે 1 કિમી દૂર છે. આ સ્ટેશન આશરે 50000 યાત્રિકોની ક્ષમતા ધરાવે છે. 30 ડિસેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું ઉદ્ધાટન કરશે.

પીએમ મોદી કરશે પ્રાણ પ્રતિષ્ઠા
દીપોત્સવ અને દિવાળીના દિવસે અહીં દીવા પ્રગટાવીને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કોઈ અડચણ વગર સંપન્ન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગષિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય ખાસ મહેમાનો હાજર રહશે.