મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વડોદરાથી ઝડપ્યો, ગુજરાત ATS પણ તપાસમાં જોડાઇ
મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ઈમેલ દ્વારા RBIની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જેમાં ત્રણ લોકોની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે અને તેની સાથે જ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરબીઆઈને ઈ-મેલ મોકલી અને 11 સ્થળોને વિસ્ફોટની ઉડાવી દેવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોની વડોદરામાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ ત્રણેય આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે. ધરપકડ પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની પૂછપરછ કરી રહી છે પરંતુ હજુ સુધી ધમકી પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી. મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપી પર મુંબઈ પોલીસે સુરક્ષા વધુ કડક કરી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસે ઈમેલમાં ઉલ્લેખિત તમામ સ્થળોની શોધ કરી. પરંતુ આ સ્થળોએથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. તેમણે કહ્યું કે RBIના હેડ ગાર્ડની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 505-1B (આપત્તિ અથવા તેની ગંભીરતા વિશે ખોટી ચેતવણી ફેલાવવી જેથી ગભરાટ પેદા થાય), 505-2 (તોફાની નિવેદનો કરવા) અને 506-2 (ગુનાહિત ધાકધમકી) સહિતની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આરોપીઓએ મંગળવારે RBIને મેલ પર ધમકી આપી હતી. વ્યક્તિએ મેલમાં લખ્યું હતું કે RBI ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સહિત 11 સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. આરોપીઓએ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું રાજીનામું પણ માંગ્યું હતું. આરોપીએ કહ્યું હતું કે તે ‘ખિલાફત ઈન્ડિયા’નો સભ્ય છે. તેમણે લખ્યું હતું કે, ‘RBI એ ખાનગી બેંકો સાથે મળીને ભારતના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ કર્યું છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેટલાક ટોચના બેંકિંગ અધિકારીઓ અને ભારતના કેટલાક પ્રખ્યાત મંત્રીઓ આ કૌભાંડમાં સામેલ છે. અમારી પાસે આ માટે પૂરતા નક્કર પુરાવા છે.