ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘૂંટણની ઈજાને કારણે આઈપીએલ 2024 ની સીઝનમાંથી બહાર થઈ શકે છે.
ODI વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યા મેદાનમાં પરત ફરી શક્યો નથી. હવે તેની વાપસી લાંબા સમય સુધી સ્થગિત થઈ શકે છે અને માનવામાં આવે છે કે તે આઈપીએલ 2024માંથી પણ બહાર થઈ શકે છે. જો આમ થશે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે તે મોટો ફટકો હશે.
હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યા લીધો હતો, હવે હાર્દિક પંડ્યાને લઈને આવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી મુંબઈ ઈન્ડિયન્સનું મેનેજમેન્ટનું ટેન્શન વધી ગયું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ઘૂંટણની ઈજાના કારણે હાર્દિક આઈપીએલ 2024થી બહાર થઈ શકે છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાં પણ તેના રમવાની કોઈ શક્યતા નથી. બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “હાર્દિકની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી.
મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની એડી અને ઘૂંટણની ઈજા વકરી હોવાથી તેને આઈપીએલમાં આરામ અપાય તેવી શક્યતા છે. તેની ઈજા ઘણી ગંભીર છે અને તે રમી શકે તેવી હાલતમાં નથી તેવું સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે.
આઈપીએલના અંત પહેલા તેની ઉપલબ્ધતા પર એક મોટું પ્રશ્ન ચિહ્ન છે.” કારણ કે મુંબઈએ પહેલા તેની સાથે રોકડ સોદામાં વેપાર કર્યો અને પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો. જોકે, બીસીસીઆઈ કે મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી હાર્દિક પંડ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
કેપ્ટનશિપ કોણ કરશે?
હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ IPL 2024 પહેલા યોજાયેલી હરાજી અને રીટેન્શનમાં હાર્દિકે ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો હતો. મુંબઈએ હવે હાર્દિકને પોતાનો કેપ્ટન બનાવી લીધો છે. જ્યારે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો છે. તો ઘણા ફેન્સને આ વાત નથી ગમી. આવી સ્થિતિમાં જો હાર્દિક પંડ્યા IPL 2024માં નહીં રમે તો સવાલ એ પણ થશે કે ટીમની કેપ્ટનશીપ કોણ કરશે, શું રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવામાં આવશે.
હાર્દિક તાજેતરમાં રમાયેલા વન્ડે વર્લ્ડ કપ 2023માં ઈજાગ્રસ્ત થયો હતો. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે રમાયેલી લીગ મેચમાં હાર્દિકને એડીમાં ઈજા થઈ હતી, જે બાદ તે હજુ સુધી સાજો થઈ શક્યો નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હાર્દિક પંડ્યા IPLમાં વાપસી કરી શકશે કે નહીં.