ટેસ્લાના એલોન મસ્ક ‘વાયબ્રન્ટ ગુજરાત-2024’ સમિટમાં ‘સ્ટાર ગેસ્ટ’ તરીકે હાજરી આપશે. એલોન મસ્ક “ટેસ્લાના ભારતમાં સત્તાવાર પ્રવેશ”ની જાહેરાત કરે તેવી પણ શક્યતા છે.
ટેસ્લા ગ્રૂપના સીઈઓ એલોન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)માં હાજરી આપે તેવી શક્યતાઓ ખૂબ જ વધારે છે, એલોન મસ્ક દેશભરમાં સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ ‘સ્ટારલિંક’ લોન્ચ કરશે. સ્ટારલિંક આવતા વર્ષે એપ્રિલ-મેમાં બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. સરકારે તાજેતરમાં SAT સ્પેક્ટ્રમ નીતિને મંજૂરી આપી છે જ્યાં કોઈ ‘હરાજી’ની જરૂર નથી
“VGGS માટે મસ્ક ગુજરાતમાં આવવાની સંભાવના ઘણી વધારે છે. ટેસ્ટા ઈન્કના પ્રમુખ એલન મસ્કે જુન મહિનામાં ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા રાજ્યો અને ઓટોમોબાઈલ હબ છે. અમે વાઈબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન ટેસ્લા પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવા માટે કેન્દ્ર સરકારની મદદ લઈ રહ્યાં છે.
ગુજરાતનું લક્ષ્ય ભારતના 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સપનાને સાકાર કરવામાં યોગદાન આપવા માટે ટેસ્લાની સાથે વાતચીત ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટમાં ટેસ્લા તેમાં મહત્વની ભૂમિકાઓ ભજવશે. ટેસ્લાને સાણંદ કે ધોલેરામાં જમીન આપી શકે છે. જ્યાં ટાટા મોટર્સ અને સુઝુકીના ઓટો પ્લાન્ટ આવેલા છે. આ વિસ્તારોનું ગુજરાતના બંદરો સાથે સારી રીતે કનેક્શન છે. જ્યાંથી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની સુવિધા મળી રહે છે. ધોલેરામાં પણ ટેસ્લા પ્લાન્ટ લગાવી શકે છે.