કર્ણાટક સીએમ સિદ્ધારમૈયાએ હિજાબ પરનો પ્રતિબંધ હટાવ્યો, ભાજપે આ નિર્ણયનો વિરોધ કર્યો

કર્ણાટકના મુખ્યમંત્રી કહ્યું કે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ 23 ડિસેમ્બરથી હટાવી લેવામાં આવશે. ભાજપ કપડાં, પહેરવેશ અને જાતિના આધારે લોકો સમાજને વહેંચવાનું કામ કરી રહી છે.

અગાઉ બસવરાજ બોમાઈની ભાજપ સરકારે દ્વારા હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે 23 ડિસેમ્બર શનિવારથી રાજ્યભરમાં હિજાબ પર પ્રતિબંધ મૂકતો આદેશ પાછો ખેંચવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રતિબંધ અગાઉની બસવરાજ બોમ્માઈની આગેવાની હેઠળની ભાજપ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના વર્ગખંડોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને હટાવવાના નિર્ણય પર સખત પ્રતિક્રિયા આપી છે, રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ 23 ડિસેમ્બરથી હટાવવામાં આવશે તેમ જણાવતા સિદ્ધારમૈયાએ કહ્યું કે ડ્રેસ અને ખોરાકની પસંદગી વ્યક્તિગત છે અને તેમાં કોઈએ દખલ ન કરવી જોઈએ.

સીએમ ઉદ્ઘાટન સમારોહને સંબોધતા સિદ્ધારમૈયાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ’ કહે છે પરંતુ જેઓ ટોપી, બુરખો પહેરે છે અને દાઢી રાખે છે તેમને બાજુમાંથી કાઢી નાખે છે. શું તેનો અર્થ આ જ છે?’ જ્યારે ભીડમાંથી કોઈએ હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિશે પૂછ્યું, ત્યારે મુખ્યમંત્રીને કહ્યું, ‘ના તમે હિજાબ પહેરી શકો છો. મેં અધિકારીઓને સૂચના આપી છે કે આવતીકાલથી કોઈ પ્રતિબંધ નહીં હોય. તમે ગમે તે પહેરી શકો અને ખાઈ શકો. આ તમારા પર છે.

આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે સરકાર યુવાનોને ધાર્મિક આધાર પર વિભાજિત કરી રહી છે. “શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને હટાવવાના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિર્ણયથી શૈક્ષણિક સંસ્થાઓના ‘સેક્યુલર સ્વભાવ’ વિશે ચિંતા થાય છે. “શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાકને મંજૂરી આપીને, સિદ્ધારમૈયા સરકાર યુવાનોને ધાર્મિક ધોરણે વિભાજિત કરી રહી છે અને સમગ્ર શિક્ષણના વાતાવરણમાં વિક્ષેપ પેદા કરી રહી છે.”

એક્સ પરની એક પોસ્ટમાં સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સૂત્રને ‘બનાવટી’ ગણાવ્યું હતું. તેમણે હિજાબ પ્રતિબંધનો આદેશ પાછો ખેંચવાનો નિર્દેશ આપ્યો છે, તેમણે કહ્યું કે, ‘ભાજપ કપડાં, પહેરવેશ અને જાતિના આધારે લોકો અને સમાજને વિભાજિત કરવાનું કામ કરી રહી છે.’

ફેબ્રુઆરી 2022 માં, મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાથી રોકવાના રાજ્ય શૈક્ષણિક સંસ્થાઓના નિર્ણયને માન્ય કરતી વખતે, કર્ણાટકની તત્કાલિન ભાજપ સરકારે કહ્યું હતું કે ‘સમાનતા, અખંડિતતા અને જાહેર કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા કપડાં ન હોવા જોઈએ. સરકારના જણાવ્યા અનુસાર, વર્ગખંડમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ બંધારણ દ્વારા બાંયધરી આપવામાં આવેલ ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન નથી.

આ પ્રતિબંધના કારણે રાજ્યમાં ભારે વિરોધ થયો હતો અને ઘણા વિદ્યાર્થીઓએ આદેશ સામે કર્ણાટક હાઈકોર્ટમાં ગયા હતા. કોર્ટે માર્ચ 2022 માં પ્રતિબંધને યથાવત રાખ્યો હતો અને એવી અરજીઓને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે હિજાબ પહેરવું એ ઇસ્લામ ધર્મમાં આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ નથી.

હિજાબ અંગેનો વિવાદ

હિજાબ અંગેનો આ વિવાદ ઉડુપી જિલ્લાની એક સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં સૌથી પહેલા શરૂ થયો હતો, જ્યારે ડિસેમ્બર 2021માં છ છોકરીઓ હિજાબ પહેરીને ક્લાસમાં આવી હતી અને તેમને કોલેજમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.

તેના હિજાબ પહેરવાના જવાબમાં, હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા ગમછા પહેરીને કૉલેજમાં આવવા લાગ્યા અને ધીમે ધીમે આ વિવાદ રાજ્યના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો અને ઘણી જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું