લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આપ ફરી કોંગ્રેસને પણ મોટો ઝટકો
આજે સવારથી કોંગ્રેસ ચિરાગ પટેલને લઈને ચાલતી અટકળોનો અંત
થોડા સમય પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાએ રાજીનામું આપ્યુ હતું. હવે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તેમનો એક ઘારાસભ્ય પણ રાજીનામું આપ્યુ છે. આજે સવારથી ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલને લઈને ચાલતી અટકળોનો અંત આવ્યો છે. ચિરાગ પટેલ અને ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી શક્તાઓ વ્યક્ત કરવામા આવી રહી છે. હજુ વધુ એક ધારાસભ્યનો રાજીનામું પડી શકે છે.
કોંગ્રેસના 17 ધારાસભ્યમાંથી ઘટીને 16 રહ્યા
આગામી 2024ની લોકસભાની ચૂટણી લઈને ગુજરાતના રાજકારણને લઈને ચોકાંવનારા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીયે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યુ હતું ત્યાર બાદ આજે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યએ રાજીનામું આપતા ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાત કોંગ્રેસ માટે માઠા સામાચાર સામે આવ્યો છે. પાર્ટીઓમાંથી એક પછી એક ધારાસભ્યોના રાજીનામાંથી વિપક્ષની હાલત ખરાબ થઇ ગઈ છે. ચિરાગ પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 16 ગયું છે. અત્યારસુધી કોંગ્રેસ પાસે મધ્ય ગુજરાતમાં ફક્ત 2 બેઠક હતી. ત્યારે હવે મધ્યગુજરાતમાં કોંગ્રેસ પાસે ફક્ત એક જ બેઠક બચી છે. હવે ગુજરાતમાં કોંગ્રેસ પાસે 16 બેઠકો રહી છે. 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસની આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટલે ભાજપમાં જોડાશે. લોકસભા સત્ર બાદ વિધિવત રીતે બંને ભાજપમાં પ્રવેશ કરશે. તો વધુ એક એવી ચર્ચા થઈ રહી છે કે, આવતીકાલે આપના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી આપનો સાથ છોડી શકે છે. તેઓ પણ ટુંક જ સમયમાં રાજીનામું આપશે તેવી શક્યતાઓ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની જીત થઈ હતી.
સૂત્રો દ્વારા આપ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કોંગ્રેસમાંથી આજે રાજીનામું મુકેલા ધારાસભ્ય ચિરાગ પટલ ભાજપમાં જોડાશે. લોકસભાનું શિયાળુ સત્ર બાદ વિધિવત રીતે બંને ભાજપનો ખેસ ધારણ કરશે. વધુ એક એવી ચર્ચા ચાલી રહી છે કે, હાજુ એક વધુ આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી આપનો સાથ છોડી શકે છે.