સંસદમાં વિપક્ષે સુરક્ષામાં ચૂક મામલે TMCના સાંસદ અધ્યક્ષ પાસે જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા
આજે કુલ 15 સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, 14 લોકસભામાંથી અને એક રાજ્યસભામાંથી
સંસદમાં ગઈકાલે બનેલી સુરક્ષામાં ચૂક મામલે આજે સંસદ ગૃહમાં ભારે હોબાળો થયો હતો અને ગઈકાલના દિવસે જ 2001માં સંસદ ઉપર આંતકવાદી હુમલાની 22મી વર્ષગાંઠ હતી. જે આ ચૂક મામલે TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયને અધ્યક્ષ પાસે જઈને સૂત્રોચ્ચાર કરતા તેઓને સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગઈકાલની સૂરક્ષા ચુકની ધટના બાદ આજે સંસદગૃમાં શિયાળુ સત્રનો નવમા દિવસે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ બંને ગૃહમાં વિપક્ષના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે ભારે હોબાળો મચાવ્યો હતો આ સમય દરમિયાન TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયન વેલમાં ધસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરતા સ્પીકર જગદીપ ધનખડે તેઓને આવું કરતા અટકાવી તેમને ગૃહમાંથી બહાર જવા માટે કહ્યું. આ પછી, ડેરેકને સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને સસ્પેન્ડ કર્યા પછી પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે વેલમાં જઈને જનહિત સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવા એ અમારો અધિકાર છે. ડેરેક ઓ’બ્રાયને કંઈ ખોટું કર્યું નથી. સંસદમાં સુરક્ષા ખામી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મૌન ધારણ કરીને બેઠા છે, તેથી વિપક્ષ આ સુરક્ષા ખામીનો મુદ્દો ઉઠાવી રહ્યો છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યો છે તે ખોટું નથી.
કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, ‘આના માટે સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે. ગત વખતે જ્યારે હુમલો થયો ત્યારે આતંકવાદીઓ સંસદની અંદર પહોંચી શક્યા ન હતા પરંતુ આ વખતે તેઓ લોકસભામાં પહોંચી ગયા હતા. તેમણે કહ્યું, ‘જો આપણે મૌન રહીએ તો તેનો અર્થ એ છે કે અમે અમારી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી રહ્યાં નથી.
સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પીયૂષ ગોયલે કર્યો
ડેરેક ઓ’બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ભાજપના સાંસદ પીયૂષ ગોયલે રજૂ કર્યો હતો. અહેવાલ છે કે બ્રાયન સંસદમાં સુરક્ષા ક્ષતિના મુદ્દે વિરોધ કરી રહ્યા હતા ત્યારે સ્પીકર પાસે વેલમાં પહોંચી ગયા હતા. આ દરમિયાન તેઓએ સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાનો પ્રયાસ કર્યો. આ પછી TMC સાંસદને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહમાં લાવવામાં આવ્યો હતો.ધનખરે પછી જાહેરાત કરી, “ડેરેક ઓ’બ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી જાહેરાત બાદ વિપક્ષી સભ્યોએ ‘સરમુખત્યારશાહી નહીં ચલેગી’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારે હોબાળા વચ્ચે અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિપક્ષના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર ચાલુ રહ્યો હતો. તેથી અધ્યક્ષે 12.05 કલાકે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
સસ્પેન્ડ કર્યાબાદ ઓ’બ્રાયન ગૃહમાં હાજર
સસ્પેન્ડેડ TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયન અધ્યક્ષના ગૃહ છોડવાના નિર્દેશ છતાં રાજ્યસભામાં હાજર રહ્યા “તે સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે કે સસ્પેન્ડેડ સભ્ય ડેરેક ઓ’બ્રાયન ગૃહમાં સતત હાજર રહે છે. તેમના વર્તનથી ગૃહને કામકાજની લેવડ-દેવડ કરવામાં નિષ્ફળતા મળી છે.”