આમ આદમી પાર્ટીના પાંચમાંથી એક MLA ભુપત ભાયાણીનું ધારાસભ્ય પદેથી રાજીનામું

bhupat-bhayani-rajinamu-aap-mathi

વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને ભૂપત ભાયાણીએ રાજીનામું હસ્તાંતરિત કર્યું

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય જાય તેવી શક્યતા

2022ના ગુજરાત વિધાનસભાના ઈલેક્શનમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પાંચ વિધાનસભની સીટો પર જીત હાંસીલ કરી હતી જેમાં પૈકી એક વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યએ રાજીનામું ધરી દીધો છે. ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ ઘણા સમયથી ભાજપમાં જોડાવાની અડકળો હોવાની માહિતી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા જ એક વિધાયકની વિકેટનો મોટો ઝટકો લાગ્યો છે.

શંકર ચૌધરીને ભૂપત ભાયાણીએ રાજીનામું હસ્તાંતરિત કર્યું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ભૂપત ભાયાણીએ રાજીનામું હસ્તાંતરિત કર્યું અને રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ કહ્યું કે આના પાછળ બવ બધા કારણો છે. હું રાષ્ટ્રવાદી વ્યક્તિ ઠેર્યો માણસ છું. રાષ્ટ્રના હિતમાં મને આમ આદમી પાર્ટીમાં કામ કરવા નોહતું મળતું, આ નિર્ણય લેતા પહેલા મારા વિસાવદરની જનતા અને કાર્યકરોને પૂછીને મેં રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો હતો. પ્રજાજનો જાણે છે કે મારે સેવારુપી કામ કરવો છે. પત્રકારના સવાલ કરતા કહ્યુ કે હું ભાજપનો કાર્યકર્તા હતો

આપે જીતેલી પાંચ વિધાનસભા  

અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ગુજરાત 2022ની પાંચ વિધાનસભાની સીટો પર વિજય મેળવ્યો હતો. તે આ વિધાનસભાની સીટો છે. જૂનાગઢની વિસાવદર વિધાનસભા સીટ પર ભૂપત ભાયાણી જીત્યા હતા, બોટાદ વિધાનસભા સીટ પર ઉમેશ મકવાણા, ભાવનગરની ગારીયાધારા વિધાનસભા સીટ પર સુધીર વાઘાની, નર્મદાની ડેડીયાપાડા વિધાનસભા સીટ પર ચૈતરવસાવા, જામનગરની જામજોધપૂર વિધાનસભા સીટ પર હેંમત આહિર ચૂટીને આવ્યા હતા.

વિધાનસભામાં પાંચમાંથી ચાર ધારાસભ્યો રહ્યા  

ભૂપત ભાયાણીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યા બાદ હવે છ માસમાં વિસાવદર વિધાનસભાની પેટા ઈલેક્શન આવશે. વધુ એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી અટકળો જોર પક્યો છે. હાલ આમ આદમી પાર્ટીને એક સાંધો તો તેર તૂટે તેવી સ્થિતિ સર્જાય છે.

AAPના બાકી 4 MLA માંથી રાજીનામાં ધરી શકે

આપ માંથી વિસાવદરથી ઈલેક્શન લડેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે ત્યારે આપ પાર્ટીમાંથી તેવી જાણકારી સામે આવી છે કે વધુ બે ધારાસભ્ય રાજીનામું શકે છે.