મોહન યાદવે CMનાં શપથ લેતાં જ અપનાવી “યોગી સ્ટાઈલ”, જાહેર સ્થળોએ લાઉડ સ્પીકરના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ’

mohan-yadav

ફૂડ સેફ્ટી નિયમોનો કડક અમલ કરવાનો નિર્ણય, ખુલ્લી જગ્યાઓ પર માંસનાં વેચાણ પર પ્રતિબંધ મુકવાના આદેશ

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે ખુરશી પર બેસતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે. તેમણે રાજ્યમાં ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના અનિયમિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત એમપી સીએમએ રાજ્યમાં ખુલ્લી જગ્યાઓ પર માંસનાં વેચાણ પર પ્રતિબંધ મુકવાના આદેશઆપવામાં આવ્યા છે.

કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ફૂડ સેફ્ટી નિયમોનો કડક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે માંસ અને ઈંડાના ખુલ્લા વેચાણનો મુદ્દો ઉઠાવ્યો છે અને બેઠકમાં નવા નિયમો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

મધ્યપ્રદેશના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લઈને સત્તાની કમાન સંભાળી લીધી છે. કાર્યભાર સંભાળ્યા પછી, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે મંત્રાલયમાં પ્રથમ કેબિનેટ બેઠક બોલાવી, જેમાં બે નાયબ મુખ્ય પ્રધાનો, મુખ્ય સચિવ અને વિભાગોના વડાઓ સહિત ઘણા અધિકારીઓ હાજર હતા. અધ્યક્ષપદ સંભાળ્યા પછી, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે આજે જારી કરેલા સીએમ તરીકેના તેમના પ્રથમ આદેશમાં, ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ મોટા અવાજે લાઉડસ્પીકરનો અનિયંત્રિત ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સંબંધિત આદેશો જારી કર્યા છે.

સીએમનો પહેલો આદેશ મળ્યા બાદ ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ અનિયમિત અથવા અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. મુખ્યમંત્રી મોહન યાદવનો પહેલો આદેશ એ હતો કે ધાર્મિક સ્થળો પર મોટા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવામાં આવે. આદેશ અનુસાર અનિયમિત અને અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવાઈ છે. જ્યારે નિયમિત અને નિયંત્રિત (પરવાનગીપાત્ર ડેસિબલ) ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી.

ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવે આજે ભોપાલમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમણે પીએમ મોદી અને રાજ્યપાલ મંગુભાઈની હાજરીમાં શપથ લીધા. રાજ્યપાલે જગદીશ દેવરા (મલ્હારગઢ, મંદસૌરથી ધારાસભ્ય) અને રાજેન્દ્ર શુક્લા (રીવાથી ધારાસભ્ય) ને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા.