ZPM નેતા લાલદુહોમા મિઝોરમના આગામી સીએમ હશે, રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.

lalduhoma-mizoram

મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ZPMની જીત બાદ લાલદુહોમા રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.

મિઝોરમ વિધાનસભમાં ZPMએ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ને હરાવીને 40 માંથી 27 સીટો મેળવીને જીત હાંસીલ કરી.

મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ની જીત બાદ, લાલદુહોમા બુધવારે રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. મિઝોરમ વિધાનસભમાં ZPMએ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ને હરાવીને 40 માંથી 27 સીટો જીતી છે.

હવે સ્પષ્ટ જણાય છે કે જોરમ પીપલ્સ મૂવમેન્ટની સરકાર બન્યા બાદ મિઝોરમના સીએમ ZPM ચીફ લાલદુહોમા હશે. 1987માં મિઝોરમની સ્થાપના પછી આ પ્રથમ વખત છે જ્યારે કોંગ્રેસ અથવા MNF સિવાય કોઈ ત્રીજો પક્ષ સરકાર બનાવી રહ્યો છે. ચાલો જાણીએ કોણ છે લાલદુહોમા જેણે મિઝોરમની રાજનીતિમાં આટલું મોટું પરિવર્તન લાવ્યું છે? અને તે લાલદુહોમા આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે.

સૌથી પહેલા જોરમ નેશનાલિસ્ટ પાર્ટીની રચના કરી

ZPM લાલદુહમાનો પહેલો પક્ષની રચના નથી છે. આ પહેલા તેમણે વર્ષ 2003માં પોતાની પાર્ટી જોરમ નેશનાલિસ્ટ પાર્ટી રચના કરી અને તેના ધારાસભ્ય બન્યા. ZPM પાર્ટીની રચના 2017માં કરી અને છ નાના પ્રાદેશિક પક્ષો અને નાગરિક સમાજને સંયુક્ત મંચ પ્રદાન કરીને કરવામાં આવી હતી. 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં MZM માન્ય પક્ષ ન હતો, પરેતું MZM એ રાજ્યની 38 વિધાનસભાઓમાં તેના સ્વતંત્ર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉમેદવારોમાંથી, 8 ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જે પછી MZM રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી બની. 2019માં ચૂંટણી પંચે ZPMને પક્ષની માન્યતા આપી હતી.

લાલદુહોમા આઈપીએસ અધિકારી રહી ચૂક્યા

નોર્થ ઈસ્ટ હિલ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. જે બાદ તેઓ આઈપીએસ બન્યા આઈપીએસ રહીને તેમણે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સુરક્ષાની જવાબદારી સંભાળી હતી.

લાલદુહોમાએ પોલીસમાંથી રાજીનામું

1984માં ભારતીય પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ તેઓ એ જ વર્ષે લોકસભાની ચૂંટણી લડ્યા અને સાંસદ તરીકે ચૂંટાયા. 1988 માં, લાલડુહમાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવેલા પ્રથમ સાંસદ બન્યા.