અમદાવાદ, સુરત અને વડોદરાના આર. આર. કેબલ ગ્રુપ સહિતના 40થી વધુ સ્થળો પર ઇન્કમટેક્સના દરોડા

કેબલ અને વાયરના ધંધા સાથે સંકળાયેલ મોટા ગ્રુપ ઉપર પડેલા દરોડા ના કારણે મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના

ગુજરાતમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના વડોદરામાં આર.આર.કેબલ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ આજે વહેલી સવારે ધામાં નાખ્યા છે. અમદાવાદ, સુરત, સેલવાસ અને મુંબઈમાં 40થી વધુ સ્થળો પરદરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

વાઘોડિયા તેમજ સેલવાસ સ્થિત પ્રોડક્શન યુનિટ ધરાવતી આર.આર. કેબલ કંપનીના સંચાલકોના નિવાસસ્થાન તેમજ કંપનીની મુંબઈ સ્થિત હેડ ઓફિસ, વડોદરા એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસ સહિત વિવિધ બ્રાન્ચઓફિસ મળી 35 થી વધુ સ્થળો પર દેશ વ્યાપી આવકવેરાના સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે.

ગ્રુપના ચેરમેન રમેશ કાબરા સહિત તમામ ડાયરેક્ટરો અને ડિસ્ટ્રીબ્યુટર ને ત્યાં ઇન્કમટેક્સની તપાસ

વડોદરા ના આર.આર.કેબલ ની ઓફિસે દરોડા આઈ.ટી ની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી આઈ.ટીના 8 અધિકારીઓ કરી રહ્યા છે સર્ચ ઓપરેશન. એલેમ્બિક રોડ ખાતે આવેલ આર.આર.કેબલ ની ઓફિસે સર્ચ કંપનીના દસ્તાવેજ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્કની તપાસ હાથ ધરાઈ તમામ કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરી દેવાયામાં આવ્યા છે. ફક્ત અગ્રણી કર્મીઓને જ ઓફિસમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.

આ દરોડા વડોદરાના આર.આર.કાબેલ ગ્રૂપના ચેરમેન કાબરા ડાયરેક્ટરો તેમજ અને ડિસ્ટ્રીબ્યુટ ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. ફરી એકવાર ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહિ થતા વેપારીઓમાં ફફડાટ છે. આર.આર.કાબેલ ગ્રૂપના ચેરમેન રમેશ કાબરા સહિત તમામ ડિરેક્ટર્સ અને ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ઇન્કમટેક્સની તપાસ ચાલી રહી છે. આ સિવાય કેબલ અને વાયરના બિઝનેસ સાથે સંકળાયેલ મોટા ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે.