રણબીર કપૂરે એનિમલ માટે લીધી સૌથી વધુ ફી, એડવાન્સ બુકિંગના પહેલા જ દિવસે 3.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી

animal

25 નવેમ્બરથી એડવાન્સ બુકિંગની શરૂઆત થયા પછી અત્યાર સુધીમાં ભારતભરમાં 1 લાખથી વધુ ટિકિટો વેચાઈ

રણબીર કપૂરની ફિલ્મ એનિમલને લઈને હાઈપ બની રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા પછી સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મ જોવા માટે લોકોમાં ઉત્સુકતા દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મમાં રણબીરનો એક અલગ અને નવો અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર એક એવા પાત્રમાં જોવા મળે છે જે પોતાના પિતા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, જે મરવા અને મારવાથી ડરતા નથી. ટ્રેલરમાં રણબીરના દેખાવ અને પાત્રે સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું. આટલું જ નહીં, ફિલ્મમાં કેટલીક જગ્યાએ રણબીરમાં ફિલ્મ ‘સંજુ’ની ઝલક પણ જોવા મળી હતી, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

રણબીર કપૂરની આ એક્શન પેક ફિલ્મ જોવા માટે લોકો કેટલા તલપાપડ છે તે વાત ફિલ્મની એડવાન્સ બુકિંગ પરથી ખબર પડે છે. દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ એટલો વધારે છે કે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ના છ દિવસ પહેલા 25 નવેમ્બરથી જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે. 25 નવેમ્બરથી એડવાન્સ બુકિંગની શરૂઆત થયા પછી અત્યાર સુધીમાં ભારતભરમાં 1 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. એડવાન્સ બુકિંગ શરૂ થયું તેના પહેલા જ દિવસે ફિલ્મે 3.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ આંકડા જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે લોકો ફિલ્મ એનિમલને જોવા માટે એક્સાઇટેડ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ કરોડોની કમાણી એડવાન્સ બુકિંગ થી શરૂ થઈ ચૂકી છે.

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલ 1 નવેમ્બરે રીલીઝ થવા જઈ રહી છે. આ પહેલા ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા પછી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણબીર કપૂર આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એનિમલ’ માટે ચર્ચામાં છે. ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર લીડ રોલમાં છે અને ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યા બાદ તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને રણબીર પહેલીવાર સાથે જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં ઘણા મોટા કલાકારો અનિલ કપૂર અને બોબી દેઓલ પણ લીડ રોલમાં જોવા મળવાના છે.

આ ફિલ્મના મુખ્ય કલાકારોને ફી તરીકે તગડી રકમ મળી છે. તો ચાલો તમને જણાવીએ કે ફિલ્મ એનિમલ માટે કયા સ્ટારને કેટલી ફી મળી. એવા સમાચાર છે કે રણબીર કપૂર આ ફિલ્મ માટે સૌથી વધુ ફી મેળવી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અલગ જ અવતારમાં જોવા મળે છે. ફિલ્મના જાણકારોનું કહેવું છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર એવા રોલમાં જોવા મળશે જેવો રોલ તેણે આજ સુધી એક ફિલ્મમાં કર્યો નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડમાં એક મોટું નામ બની ગયેલા રણબીરે આ ફિલ્મ માટે લગભગ 70 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
ફિલ્મ પુષ્પા બાદ નેશનલ ક્રશ બની ગયેલી રશ્મિકા મંદન્ના એનિમલ ફિલ્મમાં લીડ રોલમાં છે. સાઉથ બાદ હિન્દી દર્શકોમાં પણ ખૂબ જ લોકપ્રિય બનેલી રશ્મિકાએ બોલિવૂડમાં પોતાનું સ્થાન વધાર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકાને આ ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા મળી રહ્યા છે.
વેબ સિરીઝ આશ્રમમાં પોતાના જબરદસ્ત અભિનય માટે જાણીતા બોબી દેઓલ પણ એનિમલ ફિલ્મનો એક ભાગ છે. ફિલ્મમાં તેના લુકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જો રિપોર્ટ્સનું માનીએ તો બોબીને આ ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા ફી પણ મળી રહી છે.
એવરગ્રીન અનિલ કપૂર પણ એનિમલ ફિલ્મમાં જોવા મળશે, એવા સમાચાર છે કે અનિલે ફિલ્મમાં રણબીરના પિતાનો રોલ કરવા માટે 2 કરોડ રૂપિયા ફી લીધા છે.
ફિલ્મ એનિમલમાં અભિનેતા બિપિન કાર્કી પણ મહત્વના રોલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ માટે તેને 50 લાખ રૂપિયા મળ્યા છે.
શક્તિ કપૂરે 30 લાખ રૂપિયા અને તૃપ્તિ ડિમરીએ 40 લાખ રૂપિયા લીધા છે. આ ફિલ્મમાં સિદ્ધાંત કાર્ણિકનો પણ મહત્વનો રોલ છે, જેના માટે તેણે 20 લાખ રૂપિયા લીધા છે.

ફિલ્મ એનિમલનો ક્રેઝ એવો છે કે દિલ્હીમાં તો ટિકિટ ની કિંમતો 250 રૂપિયાથી શરૂ થઈને 2400 રૂપિયા સુધી છે. મલ્ટિપ્લેક્સ માં સામાન્ય સીટ ની ટિકિટ 600 રુપિયા થી શરૂ થાય છે. મુંબઈમાં કેટલીક જગ્યાએ ફિલ્મની ટિકિટ 2200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે એડવાન્સ બુકિંગ શરૂ થયા પછી પહેલા દિવસે પીવીઆર અને સિનેપોલિસની 52,500 ટિકિટ વેચાય ચુકી છે. જો એનિમલ ફિલ્મનો ક્રેઝ આવો જ રહ્યો તો એડવાન્સ બુકિંગના મામલામાં ટૂંક સમયમાં આ ફિલ્મ ગદર ટુ અને જવાન જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દેશે.