ખેડૂતો માટે રાહત હવામાન વિભાગ કહેવા પ્રમાણે માવઠાની શક્યતા નહિવત

કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે લોકો હવે ઠંડીના ચમકારોનો અનુભવ કરશે. 

રાજ્યમાં બે દિવસથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે. કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે હવામાન વિભાગે જણાવ્યું છે.કે, હવે માવઠાની શક્યતા નહિવત છે. પૂર્વ તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે રાજ્યમાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યુ હતું. બે દિવસમાં વરસદે રાજ્યમાં ભારે ખેડૂતોને નૂકશાન સર્જયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જોકે ઠંડીમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના રહેશે.

કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેના કારણે રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યના હવામાન ખાતા મુજબ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે લોકો હવે ઠંડીના ચમકારોનો અનુભવ કરશે. આ સાથે ડિસેમ્બરના પ્રારંભથી હાડ થિજાવતી ઠંડી પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે. હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી માવઠાની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં વરસાદી સિસ્ટમને પગલે તાપમાનનો પારો ગગડયો છે. 

મહત્વનું છે કે, વરસાદી સિસ્ટમને પગલે તાપમાનનો પારો ગગડયો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે.